________________
૪૬૨
પરિચ્છેદ ૮ (૫૫૩) ત્યારે મૂડીવાદી રાજ્ય એટલે કે જેમાં અમુક લેકે ધનવાન છે માટે તેમને શાસનકર્તા તરીકે ચૂંટવામાં આવે છે–એ જાતના રાજ્યબંધારણનું નિરૂપણ પૂરું થયું ગણીશું. હવે આપણે જે વ્યકિત આ રાજ્યને મળતી આવે છે તેના સ્વભાવ તથા ઉત્પત્તિ વિશે વિચાર કરીશું.
અચૂક.
કુળપરંપરામાં માનનાર માણસની શ્રદ્ધા માત્ર ધન પ્રત્યેની શ્રદ્ધામાં શું આ રીતે પલટાઈ જતી નથી ?
કેવી રીતે ?
વખત એ આવી લાગે છે કે કુળપરંપરાગત રાજ્યના પ્રતિનિધિને ધેર એક પુત્ર જન્મે છે; પહેલાં તે પોતાના પિતાની એ
સ્પર્ધા કરે છે, અને એને પગલે ચાલે છે. પરંતુ એકાએક પાણી નીચે કઈ ખડકની ધાર હોય અને તેના ઉપર વહાણ ભાંગી પડે તેમ રાજ્યની સત્તા સામે પિતા એકાએક પડી ભાંગે છે, (૪) અને તેની પાસે જે કંઈ છે તે બધું એ ગુમાવી બેસે છે; એ કદાચ સેનાપતિ કે એ બીજો મોટો હેદ્દેદાર હશે–પછી કઈ ખાનગી બાતમીદારેએ ઉભા કરેલા દુષ્ટ પૂર્વગ્રહને લીધે એના પર કામ ચલાવવામાં આવે, અને તેમાં કદાચ એને દેહાંત દંડની શિક્ષા કરવામાં આવી હોય, અથવા દેશનિકાલ કરવામાં આવ્યું હોય કે પછી પુરવાસી તરીકેના એના હકો ઝૂંટવી લેવામાં આવ્યા હોય તથા એની તમામ માલમિલકત લઈ લેવામાં આવી હોય.
એ તદ્દન સંભવિત છે.
અને પુત્રે આ બધું જોયું છે અને જાણ્યું છે–એ પોતે પાયમાલ થઈ ગયો છે, અને બીકના માર્યા પિતાના હદયના સિંહાસન પરથી પિતે મહત્ત્વાકાંક્ષા તથા મનભાવના તને ઊંધે માથે ફેંકી દે છે(૪) ગરીબાઈથી માનભંગ થયેલો એ એ