________________
કર૭
ખાનગી વ્યક્તિની તિજોરીમાં સેનાનો જે સંગ્રહ થયે હશે તેમાંથી જ એ રાજ્યનો નાશ થશે; તેને અંગે ગેરકાયદેસર ખર્ચ કરવાની પદ્ધતિઓ તેઓ શેધી કાઢશે; કારણ એમને કે એમની પત્નીઓને કાયદાની શી લઈ પડી છે ?
ના, ખરેખર નહિ જ.
(૬) અને પછી કોઈ બીજાને ધનવાન થતો જોશે, અને પોતે તેનો પ્રતિસ્પર્ધા થવાનો પ્રયત્ન કરશે, અને આ રીતે પુરવાસીઓનું આખું ટોળું પૈસાને ચાહવા માંડશે.
સંભવ છે.
અને તેથી તેઓ વધારે ને વધારે ધનવાન થશે, અને એટલે અંશે તેઓ વધારે ધનવાન થવાના વિચારોનું સેવન કરશે, તેટલે અંશે તેઓ સગુણનો ખયાલ ઓછો રાખશેઃ કારણ ત્રાજવાના છાબડામાં એક બાજુ ધન અને બીજી બાજુ સગુણને એક વખતે મૂક્યાં હોય, તે પહેલું જરૂર નીચું બેસશે, અને બીજું ઊંચે ચડશે.
ખરું.
(પપ૧) અને જેટલા પ્રમાણમાં ધન તથા ધનવાન માણસને ભાન અપાતાં હશે તેટલા જ પ્રમાણમાં સગુણ તથા સગુણી પુરુષોનાં અપમાન થતાં હશે એ સ્પષ્ટ છે.
અને જેને માન આપવામાં આવે છે તે મેળવવા લેકે પ્રયત્ન કરશે, અને જેના પ્રત્યે કોઈને કશું ભાન નથી એની ઉપેક્ષા કરવામાં આવશે.
એ દેખીતું છે.
અને તેથી છેવટે કલહ અને કીતિને ન ચહાતાં લકે વેપાર રોજગાર અને ધનને ચાહવા માંડશે; તેઓ પૈસાદાર માણસને માન આપશે, અને એના પ્રત્યે માનની નજરે જોશે, તથા એને પોતાનો શાસનકર્તા બનાવશે, અને ગરીબ માણસનું અપમાન કરશે.
તેઓ એમ કરે છે ખરા.