________________
પરિચ્છેદ ૮
() મેં કહ્યું. ત્યારે હવે બીજા પ્રકારના રાજ્યબંધારણ તથા (એને મળતા) બીજા પ્રકારના ચારિત્ર્યવાળા માણસ પાસે આપણે આવી પહોંચ્યા છીએ.
હા.
હવે ત્યારે, ઈસ્કાઇલસના કહેવા પ્રમાણે, જે સ્વભાવમાં
બીજા રાજ્યના જેવો છે.” એવા બીજા પ્રકારના માણસ તરફ આપણે નજર કરીશું, અથવા આપણી યેજના અનુસાર, આપણે રાજ્યથી જ શરૂઆત કરીશું.*
અવશ્ય. હું માનું છું કે અનુક્રમમાં હવે મૂડીવાદી રાજ્ય આવશે. અને ક્યા પ્રકારના રાજ્યબંધારણને તમે મૂડીવાદી રાજા કહે છે ?
માલમિલક્તની આંકણી ઉપર જે રાજ્યને પાયે હોય, તથા જેમાં ધનિક વર્ગ પાસે સત્તા હાય (૯) અને ગરીબ પાસેથી જેમાં સત્તા છીનવી લેવામાં આવી હોય તે. +
તેણે જવાબ આપે હું સમજે.
કુળ પરંપરા જે રાજ્યબંધારણનો પાયો હોય તેનું મૂડીવાદી રાજ્યમાં પરિવર્તન થવાની શરૂઆત કઈ રીતે થાય છે એના વર્ણનથી મારે શરૂઆત કરવી જોઈએ ખરું ને?
હા.
મેં કહ્યું વારુ, એકમાંથી બીજું કઈ રીતે નીકળે છે એ આંધળો. પણ જોઈ શકે એમ છે. ૪
કેવી રીતે ?
* મુદ્દો ૩. મૂડીવાદી રાજ્ય + “લોઝ”માં આવી જ વ્યાખ્યા આપેલી છે.
X અહીં પ્રાણુનું તત્ત્વ પદભ્રષ્ટ થાય છે, અને લોભની વૃત્તિ એ સ્થાન પચાવી પાડે છે.