________________
४२४
પરિછેદ ૮
તેણે કહ્યું: સારું.
મેં કહ્યુંઃ કુળ પરંપરામાં માનનાર યુવાન એવો હોય છે, અને કુળ પરંપરા પર સ્થપાયેલા રાજ્યના જેવો જ એ હોય છે.
(૪) બરાબર એમ જ.
એની ઉત્પત્તિ આ પ્રમાણે છે–અવ્યસ્થિત નગરરાજ્યમાં રહેતા કોઈ શુરવીર પિતાને એ ઘણું કરીને પુત્ર હોય છે –અને (એવા રાજ્યના) માનપાન તથા હોદ્દાને એને પિતા અસ્વીકાર કરતો હોય છે, તથા એ કોર્ટમાં પણ જો નથી કે કોઈ બીજી રીતે એ કશી મહેનત પણ કરતો નથી, પણ ઉલટો આફતમાંથી બચવા પોતાના હક્કો જતા કરવા તૈયાર હોય છે.
અને છોકરો કેવો થાય છે!
પોતાની માતાને જ્યારે એ એમ ફરિયાદ કરતી સાંભળે છે કે પિતાના ધણને રાજ્યમાં કશું સ્થાન નથી, અને પરિણામે બીજી સ્ત્રીઓમાં એને કશું માન મળતું નથી–ત્યારે પુત્રનું ચારિત્ર્ય ઘડાવા માંડે છે. (૩) વળી જ્યારે એની માને એમ ખબર પડે છે કે એને ધણી પૈસા કમાવા માટે બહુ આતુર નથી, તથા કાયદાની કેર્ટમાં કે ધારાસભામાં જઈ ભાષણો ઠેકવાને કે લડવાને બદલે જે કંઈ બને તેને શાંતિથી સ્વીકાર કરે છે, અને જ્યારે એની માતાને એમ દેખાય છે કે (ધણી) પોતે પિતાના જ વિચારમાં મશગુલ રહે છે અને એ આ વખત એની પોતાની સાથે અત્યંત ઉપેક્ષાથી વર્તે છે, ત્યારે એ ચીડાય છે અને પોતાના પુત્રને એમ કહે છે કે એના પિતામાં પૂરેપૂરું પુરુષાતન નથી, અને ઘણો જ આળસુ છે, અને જે વિશે વારંવાર વાત કરવામાં સ્ત્રીઓને અત્યંત રસ પડે છે એવી પોતાના પ્રત્યેની (૬) ગેરવર્તણુંક વિશેની બીજી તમામ ફરિયાદોને તેમાં ઉમેરો કરે છે.
* અહી આદર્શનગર રાજ્યમાંથી અથવા ખરા ફિલસૂફમાંથી આવી વ્યક્તિઓનો કેવી રીતે જન્મ થયે એ પહેટોએ બતાવવું જોઈતું હતું.