________________
४२२
પરિછેદ ૮
તેણે કહ્યું : એ સૌથી સાચું.
અને જે પૈસાની તેઓ બહુ જ કીંમત આંકે છે તેને જાહેર રીતે મેળવવાને એક ઉપાય તેમની પાસે નથી તેથી તેઓ કૃપણ હશે, પોતાની (ક્ષુદ્ર) ઈચ્છાઓ સંતોષવા ખાતર બીજા માણસનું ધન તેઓ ઉડાવી ખાશે, અને એમ કરતાં તેઓ ચોરીછૂપીથી મેજમજા ઉડાવશે, અને જે કાયદો તેમનો પિતા છે તેનાથી નાનાં બાળકોની જેમ તેઓ દૂર ભાગશેઃ સૌમ્ય વાતાવરણમાં નહિ, પરંતુ જબરદસ્તીથી તેમને શિક્ષણ આપવામાં આવ્યું હશે, કારણ બુદ્ધિનો તથા ફિલસૂફીની સહચારીણી જેવી જ ખરેખરી સરસ્વતી છે તેની તેમણે ઉપેક્ષા કરી હશે (૪) અને માનસિક કેળવણી કરતાં શારીરિક શિક્ષણને તેઓ વધારે માન આપો,
તેણે કહ્યું: જરૂર, જે જાતના રાજ્યબંધારણનું તમે વર્ણન કરો છે, તેમાં ઈષ્ટ તથા અનિષ્ટનું મિશ્રણ હશે. ' કહ્યું : કેમ, મિશ્રણ તો છે જ, પરંતુ એક બાબત અને એક જ બાબત પ્રધાનપણે દેખાઈ આવે છે –ઝઘડવાની મનોવૃત્તિ અને મહત્ત્વાકાંક્ષા; અને આ બધું લાગણી અથવા મનોભાવના તત્વના પ્રાબલ્યને આભારી છે.
તેણે કહ્યું : અચૂક;
જે રાજ્યનું આપણે માત્ર રૂપરેખામાં જ વર્ણન કર્યું છે તેનું સ્વરૂપ તથા ઉદ્દભવ આવાં હોય છે; આથી વધારે સંપૂર્ણ (૩) વિગતમાં આપણે ઉતરવાની જરૂર નહોતી, કારણ સૌથી વધારે પૂર્ણ હોય તેવા ધાર્મિકપણું અને એવાં જ અધમી પણાના પ્રકારે દેખાડવા માટે રૂપરેખા જ પૂરતી છે, અને તમામ રાજ્ય તથા તમામ પ્રકારના માણસની વિગતોમાં ઉતરીએ તે અથાગ મહેનત પડે.
તેણે જવાબ આપ્યો : સાવ સાચું.
હવે આ રાજ્યબંધારણને મળતો આવે એ કયો માણસ છે– એ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું અને એ કેમના જેવો છે ?