________________
૪૧૬
પરિચછેદ ૮ અને (૧) અલ્પજનસત્તાક માનવ વિશે આપણે વિચાર કરીશું અને ત્યાર પછી વળી પ્રજાસત્તાક રાત્ય તથા પ્રજાસત્તાક માનવ પ્રત્યે લક્ષ આપીશું અને છેવટે આપણે જુલમી નગરરાજ્યમાં જઈને બધું જોઈશું; તથા ફરી એક વાર જુલમગારના આત્મામાં દષ્ટિ કરીશું અને સંતોષકારક સમાધાન પર આવવા પ્રયત્ન કરીશું.
વસ્તુનું એ પ્રકારનું નિરૂપણ કરીને નિર્ણય બાંધવાનું બહુ અનુકૂળ થઈ પડશે.
મેં કહ્યું ત્યારે પહેલાં તો [કહેવાતા પ્રતિષ્ઠિત લેકનું રાજ્ય બંધારણ એટલે કે જે રાજ્યને પાયો કુળ પરંપરા ઉપર રચવામાં આવ્યો છે તે આપણા શિષ્ટજનસત્તાક રાજયમાંથી [ષ્ટ લેકોના રાજ્યમાંથી (૬) કેવી રીતે ઉતરી આવે છે તે આપણે જોઈશું. જે લેકેના હાથમાં રાજસત્તા છે તેમની માંહોમાંહેની ફાટફૂટમાંથી જ તમામ પ્રકારના રાજકીય ફેરફારો થવા પામે છે એ સ્પષ્ટ છેક હરકોઈ રાજ્ય પછી ભલે તે ગમે તેટલું નાનું હોય, પણ જે તે સંગઠિત હોય તો તે ચળશે નહિ.
તેણે કહ્યું સાવ સાચું.
ત્યારે આપણા નગરરાજ્યની કઈ રીતે પડતી થશે, અને શાસનકર્તાઓ તથા તેમના સહાયકાના બે વર્ગો વચ્ચે અંદરઅંદર કે એકબીજા સાથે કઈ રીતે મતભેદ ઉત્પન્ન થશે ? “પૂર્વે કુસંપ કેમ નો તે વિશે સરસ્વતી+ આપણને કહે તે માટે (૪) હોમરની જેમ શું આપણે એની પ્રાર્થના કરીશું ? પોતાના શબ્દોમાં જાણે પોતાને શ્રદ્ધા હોય એ રીતે, ઉચ્ચ કરુણરસપ્રધાન ધારીમાં આપણને સંબોધન કરતી,
* સરખાવો સામ્યવાદનો સિદ્ધાંત કે એક પરિસ્થિતિમાંથી એની વિરાધી પરિસ્થિતિ જાગે છે, અને ત્યાર પછી એ બેનો સમન્વય થાય છે. હેગલના આ મૂળ સિદ્ધાંતનું નિરૂપણ વિકાસવાદની દષ્ટિએ કરવામાં આવે છે, જ્યારે પ્લેટ સામાન્ય અવનતિને એ લાગુ પાડે છે.
+ મુદ્દો ૨. અધોગતિનું પહેલું પગથિયું, મૂળમાં Muses-કલાની દેવી.