________________
૪ ૧૭ તથા આપણે જાણે નાનાં બાળકે હોઈએ તેમ મશ્કરી કરતી અને ખેલ કરતી, સરસ્વતી દેવી ગંભીર થઈને ઠેકડી કરતી હોય એવી કલ્પના આપણે કરીશું કે નહિ ?
સરસ્વતી આપણને શું કહેશે?
(પ૪૬) આ રીતનું (કંઈ કહેશે):–આવા બંધારણવાળા નગરરાજ્યના પાયા ભાગ્યે જ હચમચે; પરંતુ જેટલી જેટલી વસ્તુનો આદિ છે તેને અંત પણ હોય જ એમ જેમાં તમારું છે તેવું બંધારણ પણ અનાદિ કાળ સુધી ટકશે નહિ, પણ વખત આવ્યે તેને પણ લેપ થશે. અને એ આ રીતે થશે–પૃથ્વી પર જે વનસ્પતિ ઊગે છે તેમજ જે પ્રાણીઓ પૃથ્વી પર હરેફરે છે, તેમાંનાં પ્રત્યેકના વર્તુળને પરિઘ જ્યારે પૂરે થવા આવે-જે ટૂંકી જીંદગીવાળાંઓને ભેડા જ અંતરમાં અને લાંબી જંદગીવાળાઓને લાંબા અંતર પર થઈને પસાર થાય છે, ત્યારે. આત્મા તેમજ શરીરમાં પ્રજનનશકિત તથા વંધ્યત્વ ઉત્પન્ન થાય છે.. પરંતુ તમારા શાસનકર્તાઓમાં સમસ્ત શિક્ષણ તથા વિવેકશકિત હોવા. છતાં, મનુષ્યમાં પ્રજનનશકિત તથા વંધ્યત્વ ક્યારે આવે છે અને જાય છે તેના જ્ઞાનને તેઓ પ્રાપ્ત કરી શકશે નહિ. (૩) જે બુદ્ધિ ઈન્દ્રિયવ્યાપારથી સર્જાશે મુકત નથી તે આ ગૂઢ વિષયના નિયમો શોધી નહિ શકે, અને એ નિયમ એની પકડમાંથી છટકી જશે, અને તેથી ન કરવાં જોઈએ તેવે વખતે દુનિયામાં બાળકે પેદા કરવાની છૂટ અપાશે.. જેઓના જન્મ દૈવી હોય છે તેમના કાળનો સંપૂર્ણ અંકમાં સમાવેશ થઈ રહે છે, પરંતુ માનવજન્મના કાળને સમાવેશ એવા અંકમાં થાય છે જેનાં સંવર્ગીકરણ અને વિસ્તાર [ અથવા વર્ગ અને ઘન કરવામાં આવે તે ] કરતાં પહેલાં વધારે કરવામાં આવે, તેને લઈને
૧. એટલે કે ૬ જેવો ચક્રાંક (Cyclic Number) કારણ ૧, ૨, ૩ જે એના ભાજક છે તેના સરવાળા બરાબર ૬, અને તેથી જે કાલ કે ચક્રનો અંક ૬ હોય તો તે પૂરું થવા આવે ત્યારે ૧, ૨, ૩ નાં નાનાં ભ્રમણ કે કાલ પણ પૂરાં થાય છે.
૨૭