________________
૫૪૪
૪૧૫
ત્યારે રાજ્યનાં બંધારણા જો પાંચ પ્રકારનાં હાય, તેા વ્યક્તિગત ચિત્તના સ્વભાવ પણ પાંચ જાતના હશે.
અવશ્ય.
જે શિષ્ટજનસત્તાક રાજ્ય જેવા છે, અને જેને આપણે સાચ્ચી રીતે (૫૪૫) ધર્મિષ્ઠ તથા સારા કહીએ છીએ, તેનું વર્ણન આપણે કરી ચૂકયા છીએ.
જેને સ્પાર્ટાના રાજ બંધારણ સાથે સાદૃશ્યસંબંધ છે, તેવા ટંટાખે!ર તથા મહાત્ત્વાકાંક્ષી હલકા પ્રકારના સ્વભાવવાળા માણસનું હવે આપણે વર્ણન કરીશું; તા મૂડીના ધેારણ પર રચાયેલું, પ્રજાસત્તાવાદી અને જુલમગાર. સૌથી વધારે અધર્મીની નેડાજોડ આપણે સૌથી વધારે શંખને મૂકીશું, અને એમને (એ રીતે) જોયા પછી જે નિર્ભેળ અધનું કે જે શુદ્ધ ધર્મનું જીવન ગાળે છે, તે એનાં સુખ કે દુઃખની આપણે અરસ્પરસ સરખામણી કરી શકીશું ત્યારે આપણું પરીક્ષણ પૂરું થશેઃ અને વૅસિમેકસ સલાહ આપે છે તે (૬) પ્રમાણે આપણે અધમ આચરવા કે દલીલના અનુમાન અનુસાર ધર્મને પસંદ કરવા તેનું આપણને નાન થશે.
તેણે જવાબ આપ્યા: જરૂર, તમારા કહેવા મુજબ આપણે કરવું જોઈ શે.
સ્પષ્ટતાની ખાતર, રાજ્યને પહેલાં લઈ ને પાછળથી વ્યક્તિના સ્વભાવનું નિરૂપણ કરવાની જે જુની પદ્ધતિ આપણે સ્વીકારી હતી તેને આપણે અનુસરીશું અને (કહેવાતા) પ્રતિષ્ઠિત લેાકેાના રાજ્યબંધારણથી શરૂઆત કરીશુ. એ પ્રકારના બંધારણ માટે કાઈ એક નામ મારા જાણવામાં નથી, સિવાય કે એવા રાજ્યનેા પાયે કુળપરંપરા પર રચવામાં આવ્યા છે એમ આપણે કહીએ. જે વ્યક્તિના સ્વભાવ આને મળતા હશે, તેની આની સાથે સરખામણી કરીશું; અને ત્યાર પછી (મૂડીના ધેારણ ઉપર રચાયેલા) અલ્પજનસત્તાક રાજ્ય
* મૂળમાં Timocracy or (Ti m a r ch y'.