________________
૫૪૩ વર્ણન તમે પૂરું કર્યું છે. તમે એમ કહ્યું કે આવું રાજ્ય સારું હતું અને જે માણસનું બંધારણ એને અનુરૂપ હતું (૬) તે પણ સારે+ હતે; જે કે હવે દેખાય છે તેમ પે રાજ્ય (૫૪૪) તથા એવી
વ્યક્તિ વિશે તમારે બીજી ઘણી શ્રેષ્ઠ બાબતે કહેવાની હતી, અને તમે આગળ જઈ એમ પણ કહ્યું, કે એનું ખરું રૂપ જે આ હતું તો બીજાં બધાં રૂપો ખોટાં હતાં; અને મને યાદ છે કે વિકૃત રૂપોમાં મુખ્ય ચાર હતાં તથા એમાં રહેલી ખામીઓ તેમજ એને લીધે વ્યક્તિઓમાં જે ખામીઓ ઉતરી આવે છે તેનું નિરૂપણ કરવા જેવું હતું એમ તમે કહ્યું હતું. તમામ વ્યક્તિઓને જોયા પછી અને એમાંથી સૌથી શ્રેષ્ઠ કાણ અને સૌથી અધમ કોણ એ વિશે છેવટે સંમત થયા બાદ, જે શ્રેષ્ઠ છે તે સૌથી વધારે સુખી, તથા સૌથી અધમ સૌથી વધારે દુઃખે છે કે કેમ તે વિશે વિચાર કરવાનો હતો. રાજ્યનાં ચાર સ્વરૂપો કયાં તે મેં પૂછયું અને તમે જવાબ આપે; આ પછી (૨) પિલિમાર્કસ તથા અડેઈમેન્ટસ વચ્ચે બેલ્યા; અને તમે ફરીથી શરૂઆત કરી અને આપણે અત્યારના મુદ્દા પાસે આવ્યા.+
મે કહ્યું તમને બરાબર યાદ છે.
તેણે જવાબ આપ્યો. ત્યારે એક કુસ્તીબાજની માફક તમારે એ ને એ સ્થિતિમાં તમારી જાતને ફરીથી મૂકવી પડશે અને હું એ ને એ પ્રશ્નો પૂછીશ અને તમે એ વખતે જે જવાબ આપવાના હતા, તે ને તે જવાબો હવે આપશે.
મેં કહ્યું: હા, મારાથી બનશે તો હું આપીશ.
તમે જે ચાર પ્રકારનાં બંધારણ વિશે વાત કરતા હતા, તે સાંભળવાની મારી ખાસ ઈચ્છા છે.
(૪) મેં કહ્યું: એ પ્રશ્નનો ઉત્તર સહેલું છે, જે ચાર પ્રકારનાં રાજ્યબંધારણ વિશે હું બેલતે હતો તેમનાં જેટલે અંશે જુદાં જુદાં નામે
* Good + જુઓ ઉપર પરિ. ૫. ૪૪૯ ૩૨-૨