________________
ઉપર
૨૯૭
જ્ઞાન નથી અને વચ્ચેનાં પદો અને છેવટનું અનુમાન પણ શી રીતે ઘડી કાઢવામાં આવ્યું છે તેનું પણ જેને ભાન નથી તો પછી આવી રૂઢિગત રચનામાંથી વિજ્ઞાન પરિણમે એવી કલ્પના એ કયાંથી કરી શકે?
તેણે કહ્યું અશકય.
ત્યારે આન્વીક્ષિકી અને માત્ર આન્દીક્ષિકીજ, સીધેસીધી મૂળભૂત સિદ્ધાન્ત સુધી જાય છે, અને પિતાની ભૂમિકા દઢ કરવાની ખાતર સ્વીકૃતિઓને (સર્વા શે) ત્યાગ કરનાર વિદ્વાન એ એક જ છે; આત્માનાં ચક્ષુઓ—જે શબ્દશઃ કોઈ વિચિત્ર પડળમાં દટાઈ ગયાં છે તે એની મદદથી ઊર્વ દષ્ટિ વિકસાવે છે; (૨) અને આ જાતનું પરિવર્તન કરવામાં વિજ્ઞાનની જે શાખાઓની આપણે ચર્ચા કરી ગયા છીએ, તેનો પિતાની દાસીઓ અને મદદનીશ તરીકે ઉપયોગ કરે છે. રૂઢિ એને વિજ્ઞાનનું નામ આપે છે, પરંતુ અભિપ્રાય કરતાં વધારે તથા વિજ્ઞાન કરતાં ઓછી સ્પષ્ટતાનું જેમાં સુચન થતું હોય એવું કઈ બીજું નામ એ શાખાઓને અપાવું જોઈએ. અને આપણે અગાઉના વણકરણમાં આપણે સમજશક્તિ* એવું નામ આપેલું. પરંતુ આવી (૬) અગત્યની વાસ્તવિકતાઓનો આપણે વિચાર કરતા હોઈએ ત્યાં શબ્દો વિશે આપણે શા માટે ઝઘડો જોઈએ ?
તેણે કહ્યું: ના, નહિ જ–તેમાંય વળી હરકોઈ શબ્દ મનના વિચારને સ્પષ્ટતાથી વ્યક્ત કરી શકતો હોય, તો ખરેખર નહિ જ.
ગમે તેમ તો પણ પહેલાંની જેમ ચાર વિભાગો હશે તો આપણને સંતોષ થશે; બુદ્ધિના બે અને અભિપ્રાયના બે, અને પહેલા (શુદ્ધ બુદ્ધિના) વિભાગને આપણે વિજ્ઞાન કહીશું, બીજે મતિને, ત્રીજે માન્યતાનો, અને પડછાયાને ગ્રહણ કરે તે (અભિપ્રાયને) ચે. (૫૩૪) (અહીં) અભિપ્રાયને સદસની સાથે અને બુદ્ધિને સતની સાથે સંબંધ છે: ગઃ Understanding જુઓ ૫૧૧ ૩. રૂ. + Pure Intellect, understandiog; Belief and opinion.
જુઓ ઉપર પૃ. ૩૫૭ ઉપરની બને ફુટનો.