________________
પરિચ્છેદ ૭
તેણે કહ્યુંઃ અવશ્ય.
એવા જ સ્વભાવવાળાઓને અહીં પણ ચૂંટવા જોઈએ, અને જેઓ સૌથી વધારે દૃઢ તથા શૂરવીર અને શકય—હોય–તો-સૌથીવધારે સુંદર પણ હોય તેવાને ફરીથી અગ્રપદ (૨) આપવામાં આવશે અને તેઓ ઉમદા તથા ઉદાર સ્વભાવના હશે તેથી શિક્ષણના ક્રમને ઉપકારક થઈ પડે એવી નૈસર્ગિક શક્તિઓ પણ તેમનામાં હશે.
અને એ કઈ?
તીર્ણતા અને શીધ્ર ગ્રહણ કરવાની શક્તિઓ; કારણ આકરા શારીરિક વ્યાયામથી નહિ પરંતુ તીવ્ર માનસિક (પ્રયત્નપૂર્વકના). અભ્યાસથી મનને મૂછ આવવાને સંભવ વધારે છે; મહેનત સવાશે મનની જ હોય છે, અને શરીર એનું ભાગીદાર બનતું નથી.
તેણે જવાબ આપેઃ તદ્દન ખરું.
() વળી આપણે જેની શોધ કરી રહ્યા છીએ તેની સ્મરણ શક્તિ સારી હોવી જોઈશે, તથા કોઈ પણ વિષયમાં મહેનત કરવી જેને પ્રિય છે, એવો અદમ્ય સઘન માણસ જોઈશે; નહિ તે, કેટલીયે ભારે શારીરિક કસરત, તથા આપણે એની પાસેથી જેની અપેક્ષા રાખીએ છીએ તે અભ્યાસ તથા બૌદ્ધિક શિક્ષણ એ કદી સહન નહિ કરી શકે.
તેણે કહ્યું જરૂર. એનામાં નૈસર્ગિક શક્તિઓ હોવી જોઈએ:
આજે ભૂલ એ થઈ રહી છે કે જેઓ ફિલસૂફીને અભ્યાસ કરે છે એમને બીજે કશે વ્યવસાય હોતો નથી. અને હું અગાઉ કહેતો હતો તેમ, ફિલસૂફીનું માનભંગ થયાનું કારણ આ છે દાસીપુત્રાએ નહિ પણ એના સાચા પુત્રોએ એનો હાથ પકડવો જોઈએ.
એટલે ?
() પહેલાં તો, એના ભક્તો પાસે લંગડે કે નહિ-જેવો ધં ન હોવો જોઈએ. ઉદાહરણ તરીકે જ્યારે માણસ વ્યાયામ, શિકાર તથા બીજી તમામ શારીરિક કસરતોને શેખીન હોય પણ શિક્ષણ,