________________
૫૩૮
૪૦૭
ખરું.
હવે જ્યારે માણસ આવી (મને)દશામાં હાય, અને પ્રશ્ન કરનાર બુદ્ધિ શું ખરું છે કે શામાં પ્રતિષ્ઠા છે એમ પૂછે, અને કાયદા ધડનારે એને જે રીતે શિખવ્યું હોય એ પ્રમાણે તે જવાબ આપે, અને પછી, જેમ કશામાં અપ્રતિષ્ઠા નથી તેમ કશું પ્રતિષ્ઠાવાળું પણ નથી, અથવા ન્યાય્ય અને સારું કે એથી ઊલટું પણ કશું નથી એવી માન્યતા એને સ્વીકારવી પડે ત્યાં સુધી જાતજાતની ધણીએ દલીલે એના શબ્દો તેાડી પાડે—તેા (ૐ) પછી જે સિદ્ધાન્તાનું મૂલ્ય એણે મેટું આંકયું હતું તેનું પહેલાંની માફક એ પાલન કરે કે એને માન આપે એમ શું તમે માને છે !
અશકય.
અને એ સિદ્ધાન્તામાં પ્રતિષ્ઠા છે તથા એ સ્વાભાવિક છે (૫૩૯) એમ માનતા એ જ્યારથી બંધ થાય, અને સત્ય સિદ્ધાન્તાની શેાધમાં પેાતે નિષ્ફળ જાય, ત્યારથી પેાતાની ઇચ્છાઓની ખુશામત કરવા સિવાયનું ‘ખીજા કાઈ પ્રકારનું એ જીવન ગાળે એવી શું આશા રાખી શકાય ?
નહિ.
અને કાયદાના રક્ષકને બદલે એ એના ભંગ કરનાર થશે. અચૂક.
હવે ફિલસૂફીના જે વિદ્યાથી એનું મેં વર્ણન કર્યું છે તેવાઓમાં આમ થવું બહુ જ સ્વાભાવિક છે અને હમણાં કહેતા હતા તેમ ક્ષમ્ય પણ છે. તેણે કહ્યું: હા, અને દયાજનક એટલું હું ઉમેરીશ.
આથી, આપણા પુરવાસીઓની ઉમ્મર હવે ત્રીસ વર્ષની થઈ છે, તેા તેમના પ્રત્યે તમને દયાની લાગણી ન થઈ આવે એ ખાતર આન્ત્રીક્ષિકીમાં એમને પ્રવેશ કરાવતાં દરેક પ્રકારની સંભાળ રાખવી જોઇશે.
જરૂર.