________________
૪૧૦
ભાગ ઘડવાના છે તે એ જ આદર્શ છે; ફિલસૂફીને અભ્યાસ એ એમનો મુખ્ય વ્યવસાય રહેશે, પરંતુ જયારે એમને વારે આવશે ત્યારે જાણે કઈ પરાક્રમથી ભરેલું કાર્ય કરતા હોય તેમ નહિ પરંતુ એક સાદી ફરજ તરીકે તેઓ લોકકલ્યાણને અર્થે રાજ્ય ચલાવશે અને રાજકારણમાં પણ મહેનત કરશે; અને પિતાના પછીના દરેક જમાનામાં પિતાના જેવા બીજાને તૈયાર કરીને પોતાની જગ્યાએ રાજ્યના શાસનકર્તાઓ તરીકે તેમને મૂક્યા બાદ, તેઓ પોતે મહાભાગ માનના ટાપુઓ તરફ સીધાવશે અને ત્યાં જઈ રહેશે; અને જે પિથિયાને પૂજારી સંમત થશે તો માનવદેવ તરીકે અને નહિ (૨) તે ગમે તે સંજોગોમાં દેવી અને ધન્ય મહાપુરુષો તરીકે લેકે તેમને માન આપશે અને તેમનાં જાહેર સ્મૃતિચિહ્નો અને યજ્ઞો જશે.
સેક્રેટિસ, તમે મૂર્તિવિધાયક છે, અને તમે આપણું શાસનકર્તાઓની પ્રતિમાઓનું નિષ્કલંક સૌંદર્ય સર્યું છે.
મેં કહ્યું: હા, ગ્લાઉકૉન, અને આપણું સ્ત્રી-શાસન-કર્તાઓનું પણુ કારણ તમારે એમ ન માનવું જોઈએ કે મેં જે કંઈ કહ્યું છે તે, તેમના સ્વભાવને જેટલે અંશે લાગુ પડે તેટલે અંશે એકલા પુરુષોને જ લાગુ પડે છે અને સ્ત્રીઓને નથી પડતું.
તેણે કહ્યું તમે એ ખરું કહો છો, કારણ પુરુષ જેમ દરેક બાબતમાં આપણે તેમને ભાગ લેતાં કર્યા છે.
() મેં કહ્યું? વારુ, અને તમે સંમત થશે કે [શું સંમત નહિ થાઓ ] રાજ્ય અને રાજવહીવટ વિશે જે કંઈ કહેવામાં આવ્યું છે. તે માત્ર સ્વપ્ન નથી. અને જે કે અશક્ય નહિ પણ દુશ્મર તે ખરું જ, તથા આપણે જે ધારેલે માગે એ શક્ય છે તે માર્ગે જ એ સાધી શકાય એમ છે, એટલે કે જ્યારે રાજ્યમાં સાચા ફિલસૂફ રાજાઓ અવતરે ત્યારે તેમનામાંથી એક કે તેથી વધારે, આપણી આજની દુનિયાનાં માનપાન લૂક અને અસાર માને અને તેમને તુચ્છકારે. અને સત્યમાંથી જે તમામ વસ્તુઓને ઉદ્દભવ હોય તેટલીને સાચી અને