________________
પરિચછેદ ૭. શિવે બીજા પ્રકારના માણસ હશે તો ઉલટું જ પરિમાણ આવશે,
અને આજે લિસૂફીને સહન કરવું પડે છે તેના કરતાં વધારે મોટું હાંસીનું પૂર આપણે એના પર ઠાલવવું પડશે.
એ કઈ સ્તુતિ કરવા જેવું નથી. મેં કહ્યું અવશ્ય નહિ જ, અને છતાં કદાચ (દલીલની ખાતર) એક મશ્કરીને ગંભીર સ્વરૂપ આપવામાં હું એટલે જ ઉપહાસને પાત્ર હોઈશ.
કઈ રીતે ?
(૨) કહ્યું હું ભૂલી ગયો કે આપણે ઘણા આવેશમાં આવી જઈ બોલતા હતા, અને ગંભીર ન હતા; કારણ જ્યારે ફિલસૂકીને એટલી અયોગ્ય રીતે માણસને પગ નીચે છૂંદતાં મેં જોઈ ત્યારે એનું અપમાન કરનારાઓ પ્રત્યે મારામાં અમુક જાતની કેધની લાગણી આવી ગઈ અને મારા ગુસ્સાને લીધે હું વધારે પડતા આવેશમાં આવી ગયો.
ખરેખર? તમારું કહેવું હું સાંભળતે હતો, પણ મને કંઈ એમ ન લાગ્યું.
પણ હું બેલતો હતો તે મને તો એમ લાગ્યું. અને હવે મને યાદ આપવા દો કે અગાઉની પસંદગીમાં * આપણે વૃદ્ધ માણસને ચૂંટી કાઢયા હતા. પણ આમાં આપણે એમ કરવું ન જોઈએ. (૬) વૃદ્ધ માણસ ઘણું શીખી શકે એમ જ્યારે સેલને કહ્યું ત્યારે એ કંઈ ભ્રમમાં હોવા જોઈએ – કારણ વૃદ્ધ માણસ જેમ કંઈ બહુ દેડી ને શકે એમ બહુ શીખી પણ ન શકે; અથાગ મહેનત કરવાની ઉમ્મર તો યુવાવસ્થા જ છે.
અલબત્ત.
અને તેથી આનીક્ષિકીની પૂર્વ તૈયારીરૂપ જે ગણિત, ભૂમિતિ તથા શિક્ષણનાં બીજાં તમામ મૂળત છે તે નાનપણમાં જ ચિત્ત
* જુઓ ઉપર પરિ. ૬-૪૯૮