________________
૪૦૩ સમક્ષ રજુ થવાં જોઈએ; જે કે શિક્ષણની આપણી પદ્ધતિ જાણે જોરજુલમથી (છોકરાંઓના મન પર) લાદવા માગતા હોઈએ એવા ખયાલથી નહી.
શા માટે નહી ? (૬) કારણ કોઈ પણ પ્રકારના જ્ઞાનની પ્રાપ્તિમાં હરકોઈ સ્વતંત્ર વ્યક્તિએ ગુલામી મનોદશા રાખવી ન જોઈએ. શારીરિક વ્યાયામને જે ફરજિયાત કરવામાં આવે તો તે શરીરને હાનિકર્તા નીવડતો નથી; પરંતુ બળજબરીથી પ્રાપ્ત કરેલાં જ્ઞાનને ચિત્તમાં સ્થાન મળી શકતું નથી.*
સાવ સાચું.
મેં કહ્યું ત્યારે મારા પ્રિય મિત્ર, આપણે બળજબરી વાપરવાની નથી, પણ પ્રાથમિક શિક્ષણનું સ્વરૂપ અમુક (પ૩૭) જાતની રમત જેવું ભલે હોય, તો તમે (બાળકનું) સ્વભાવિક વલણ (કઈ બાજુનું છે) તે વધારે સહેલાઈથી જાણી શકશે.
તેણે કહ્યું. અત્યંત બુદ્ધિપુરઃસરનો એ ખયાલ છે.
છોકરાંઓને ઘોડે બેસાડી આપણે લડાઈ જોવા લઈ જવાનાં હતાં; અને જે કંઈ ભય જેવું ન હોય, તો તેમને છેક નજીક લઈ જવાનાં હતાં તથા નાના શિકારી કુતરાઓની જેમ તેમને લેહીને સ્વાદ ચખાડવાને હતો ?—એ તમને યાદ હશે ?
હા મને યાદ છે.
મેં કહ્યુંઃ મહેતનમાં કામે, પાઠ, ભયના પ્રસંગે આ તમામ બાબતોમાં આ જ પદ્ધતિ અનુસરી શકાય, અને તેમાંના તમામ (વિષય)માં જે નિપુણ માલુમ પડે તેનું નામ પસંદ કરેલા વર્ગમાં નોંધવામાં આવશે.
(૨) કઈ ઉમ્મરે ?
વ્યાયામનું જરૂર જોઈતું શિક્ષણ જે ઉમ્મરે પૂરું થાય ત્યારે આ * પ્રાથમિક કેળવણીના આધુનિક સિદ્ધાતો આનાથી આગળ ગયા નથી.