________________
૫૩૫
૪૦૧
શ્રવણ કે અન્વેષણના પ્રત્યે પ્રેમ તો બાજુ પર રહ્યો પણ ઉલટ ધિક્કાર હોય, અથવા જે ધંધે એને કરવો પડતે હેય એ પ્રતિકૂળ હોય અને (તેથી) બીજી જાતનું પાંગળાપણું એનામાં ઉતરી આવતું હોય !
તેણે કહ્યુંઃ જરૂર.
મેં કહ્યું અને સત્યના સંબંધમાં જે આત્મા સ્વેચ્છાએ (7) સ્વીકારેલા જુઠ્ઠાણુને ધિક્કારતે હોય અને જુઠું બોલવામાં આવે ત્યારે શું પિતા કે બીજા પ્રત્યે અત્યંત ગુસ્સે થઈ જાય, પરંતુ અનિચ્છાએ સ્વીકારેલા જુઠ્ઠાણું તરફ આંખ આડા કાન કરે તથા મૂંડની જેમ અજ્ઞાનના કીચડમાં આળોટતાં જેને મનમાં કશું થતું નથી, અને કઈ જોઈ જાય તો જેને શરમ લાગતી નથી, તેવા આત્માને ખોડંગતે તથા લંગડે શું ન ગણવો જોઈએ?
અચૂક
(૫૩૬) અને વળી સંયમ, શૌર્ય, અશ્વર્ય તથા બીજા દરેક સદ્દગુણના સંબંધમાં, દાસીપુત્ર અને સાચ્ચા પુત્ર વચ્ચે સંભાળપૂર્વક આપ શું ભેદ પાડવો ન જોઈએ? કારણ જ્યાં એવા ગુણો વચ્ચે ભેદ પાડવામાં આવતો ન હોય, ત્યાં જાણે અજાણે રાજ્યો તથા વ્યક્તિઓ ભૂલથાપ ખાય છે; અને જે સગુણનાં અમુક અંગમાં ઊણે હેવાને લીધે સ્વભાવે લંગડે કે દાસીપુત્ર છે તેવાને – રાજ્ય શાસનકર્તા બનાવે છે અને વ્યક્તિ મિત્ર કરે છે !
તેણે કહ્યું એ સાવ સાચું છે.
ત્યારે આ બધી બાબતોને આપણે સંભાળપૂર્વક વિચાર કરવો પડશે; (a) અને કેળવણી તથા શિક્ષણની આ વિશાળ યોજનામાં જેમને આપણે દાખલ કરીએ તેઓ મનથી તેમજ શરીરથી શુદ્ધ, અખંડ હોય, તો ધર્મ પોતે આપણું વિરુદ્ધ કશું નહિ કહી શકે, અને રાજ્ય તથા તેના બંધારણના આપણે તારણહાર થઈશુંપરંતુ જે આપણા
* સરખા ઉપર પૃ. ૯૮, ૩૭૮-૩; પૃ. ૧૦૭-૮, ૩૮૧-૬, ૩૮૨, ૩૮૯; તથા ૪૧૪ અને ૪૫૯.