________________
પરિચ્છેદ ૭
મારા ખયાલ પ્રમાણે તમારે માત્ર પ્રતિબિંબ જ નહિ, પણ પરમ સત્યનું દર્શન કરવું જોઈશે. મેં જે કંઈ કહ્યું તે યથાર્થ સત્ય છે કે નહિ તેની હું ખાત્રી આપી શકતો નથી, પરંતુ મને એટલે વિશ્વાસ તે છે કે યથાર્થતા જેવું કંઈક તે તમે જોયું જ હશે.
તેણે જવાબ આપેઃ નિઃશંક.
પરંતુ મારે તમને એટલું યાદ આપવું જોઈએ કે આન્વીક્ષિકીની શક્તિથી જ આને ભેદ ખેલી શકાય, અને વિજ્ઞાનની જે શાખાઓને આપણે આગળ ઉલ્લેખ કર્યો તેના અભ્યાસીથી જ આ થઈ શકે.
તમારા છેલ્લા વિધાન જેટલી જ આની પણ તમે ખાત્રી રાખી શકો.
અને જરૂર કોઈ એમ તો દલીલ નહિ જ કરે, કે દરેક વસ્તુનો ( પિતાને શો સ્વભાવ છે તે મુકરર કરવાની અથવા કોઈ વ્યવસ્થિત વ્યાપાર દ્વારા સમસ્ત સત્ય અસ્તિત્વ સમજવાની બીજી કઈ પદ્ધતિ હોઈ શકે; કારણ માણસોની ઈચ્છાઓ તથા અભિપ્રાય સામાન્ય કલાઓને વિષય છે, અથવા કંઈક રચવાના કે ઉત્પન્ન કરવાના હેતુથી અથવા (પછી) જે કંઈ રચવામાં કે ઉત્પન્ન કરવામાં આવ્યું છે એને સાચવી રાખવાને અર્થે એના વ્યાપાર યોજાયેલા હોય છે; અને આપણે કહેતા હતા તેમ, વિજ્ઞાનની ગાણિતિક શાખાઓને–જેવી કે ભૂમિતિ વગેરે–સત્ય સત્નો છેડો ખયાલ હોય છે ખરે, પરંતુ સતના સંબંધમાં તેઓ માત્ર સ્વસ્થ દશામાં હોય છે, અને (ર) જે પ્રતિજ્ઞા કે સ્વીકૃત સિદ્ધાન્ત ક્યાંથી ઉતરી આવ્યા તેની કશી સમજૂતી આપી શકે એમ નથી, તથા પરીક્ષણ કર્યા વગર જેનો પોતે ઉપયોગ કરે છે, તેવી સ્વીકૃતિઓનો ત્યાગ ન કરે ત્યાં સુધી તે શાખાઓ જીવત સત્યનું દર્શન કદી કરી શકે એમ નથી. કારણ જ્યારે પોતાના મૂલભૂત સિદ્ધાન્તનું માણસને જ્ઞાન હોતું નથી, અને પોતાને જે વિશે કશું
* Destruction of Hypotheses. જુઓ ૫૨૧ 4. $ 1191 Burnet's Greek Philosophy,