________________
૩૯૦
પરિછેદ ક
નહિ ધારે કે દિવ્ય આકાશ અને તેમાંનાં મંડળો એના સર્જકે પૂર્ણમાં પૂર્ણ રીતે ઘડ્યાં છે ? પરંતુ ( આનાથી આગળ જઈ) એ કદી એવા કપના નહિ કરે, કે રાત્રિ અને દિવસનું પ્રમાણ, અથવા એ બંનેનું મહિના સાથેનું કે મહિનાનું વર્ષ (૩) જોડેનું કે તારાઓનું આની સાથેનું કે અરપરસનું તથા બીજા કોઈ ભૌતિક અને દશ્ય પદાર્થો સાથેનું પ્રમાણ કદી પરિવર્તન ન પામે તેવું શાશ્વત હેય—એ તે બેહૂદુ કહેવાય; અને એ બધાં પ્રમાણ ખરેખરાં કેટલાં છે એ શોધી કાઢવા પાછી માથાકૂટ કરવી એ પણ એટલું જ બેહુદુ છે.
જે કે મેં આ બાબત પહેલાં કદી વિચાર કર્યો ન હતો તે પણ હું સંમત થાઉં છું. ' કહ્યું ત્યારે ભૂમિતિની જેમ ખગોળશાસ્ત્રમાં પણ આપણે સમસ્યાનો ઉપયોગ કરવો જોઈએ, અને વિષયનો જે ખરી રીતે અભ્યાસ કરવો હોય, તથા તે રીતે (૧) તર્કની નૈસર્ગિક શક્તિને કોઈ ખરા ઉપયોગમાં આવી હોય તો આકાશને આપણે પડતું મૂકવું જોઈએ.
તેણે કહ્યું : એ કામ આપણું આધુનિક ખગોળશાસ્ત્રીઓની શક્તિની બહારનું છે.
મેં કહ્યું: હા, અને આપણાં ધારાધોરણોની થેડીઘણી કીંમત પણ ટકાવી રાખવી હોય, તો એવી બીજી ઘણી બાબતો છે જેને આપણે એ રીતે વિસ્તૃત અર્થમાં સમજવી પડશે. પણ અભ્યાસના બીજા કોઈ વિષયનું તમે સુચન કરી શકશો ?
તેણે કહ્યું: ના, વિચાર કરવો પડે.
મેં કહ્યું? ગતિ એક જ પ્રકારની હોતી નથી, પણ ઘણા પ્રકારની હોય છે. (૬) આપણાથી બહુ વધારે કુશાગ્ર બુદ્ધિવાળા ન હોય, તેવાને પણ એના બે પ્રકાર તો સ્પષ્ટ હોય છે, અને મારી કહપના પ્રમાણે વધારે જ્ઞાની પુરુષો માટે આપણે બીજા પ્રકારો છોડી દઈશું,
પણ એ બે પ્રકારે ક્યાં ?
* Problem