________________
५२.
૩૮૯
વૃદ્ધિ કરે એવી ખગોળશાસ્ત્ર શીખવાની રીત કઈ છે તે નક્કી કરીએ તે મને ગમે.
કહ્યું તમને કહું; જે તારાજડિત આકાશ આપણે જોઈએ છીએ તે (કોઈ) દગોચર પૃષ્ઠ પર આલેખાયેલું છે, અને તેથી તે જે કે તમામ દશ્ય પદાર્થો કરતાં સૌથી (૯) સુંદર અને સંપૂર્ણ છે, તો પણ પરમ ત્વરિત અને પરમ મંદ વેગની જે ખરી ગતિઓ અન્ય સાપેક્ષ છે તથા પિતાનામાં (ગતિઓમાં) જેને (જે ખગોળના ગ્રહે કે તારાઓનો) સમાવેશ થયેલ છે, તેને સાચી સંખ્યામાં તથા પ્રત્યેક સાચી આકૃતિમાં પોતાની સાથે લઈને ફરે છે, એ ખરેખરી ગતિઓના કરતાં તે (ગ્રહો કે તારાઓ) અવશ્ય ઘણું જ ઉતરતી કોટિના ગણવા જોઈએ. હવે આને (પરમ ત્વરિત તથા પરમ મંદ વેગની શુદ્ધ ગતિઓને) દૃષ્ટિથી નહિ પરંતુ બુદ્ધિ અને તર્ક દ્વારા જ ગ્રહણ કરવાની છે.
તેણે જવાબ આપ્યો: ખરું.
એ ઉચ્ચતર જ્ઞાન મેળવવાના દષ્ટિબિંદુથી, (તારાગણથી) વિભૂષિત આકાશનો, એક નમૂના તરીકે ઉપયોગ થવો જોઈએ. ડિડેલસ કે બીજા કોઈ મહાન કલાકારના હાથે ઉત્તમ રીતે દોરેલી આકૃતિઓ કે ચિત્રોનું સૌંદર્ય આપણને સદભાગ્યે જોવા મળે તેના જેવું એનું સૌંદર્ય છે; કોઈ ભૂમિતિનો જાણકાર એને જુએ તો તેની કારીગરીની ઉત્કૃષ્ટતા વખાણે, પરંતુ (તત્ત્વની દૃષ્ટિએ) એમાં ખરેખરાં સમાન કે ખરેખર દ્વિગુણ કે બીજા કોઈ (પ્રકારના) પ્રમાણુ (proportion )ની અંદર રહેલું સત્ય પિતાને મળી આવે એમ એ કદી સ્વને પણ (૫૦૩) નહિ ધારે.
તેણે જવાબ આપે : ના, એમ માનવું એ તે હાસ્યાસ્પદ કહેવાય.
અને સાચે ખગોળશાસ્ત્રી તારાઓની ગતિનું નિરીક્ષણ કરતો હોય, ત્યારે તેને શું આવી લાગણું નહિ થઈ આવે ? એ શું એમ
* Abstract Dynamics