________________
૫૨૭
Ge.
વિષયના શિક્ષકોને) માન આપતું હોય, તે પછી પરિસ્થિતિ બદલાઈ જાય; ત્યારે તો શિષ્ય (ઉલટા) ભણવા આવશે, અને સતત તથા એકાગ્ર મને શોધખોળ કરવામાં આવશે અને (નવી) શોધો થશે; હજી અત્યારે પણ દુનિયાએ તે વિષયોની ઉપેક્ષા કરી છે અને એનો એક પણ ભક્ત તેને ઉપયોગ શું છે તે કહી શકે એમ નથી છતાં તેનામાં રહેલા સ્વાભાવિક આકર્ષણને લીધે તે વિષયે પાસે આવી (ભણવા) બેસે છે, અને રાજ્ય તરફથી મદદ મળે તો તે કોઈક દિવસ પ્રકાશમાં આવે એ બહુ જ સંભવિત છે.
() તેણે કહ્યું: હા, તે વિષયોમાં કોઈ વિશિષ્ટ આકર્ષણ રહેલું છે. પરંતુ વિજ્ઞાનના ક્રમમાં જે ફેરફાર કર્યો તે હું સ્પષ્ટ સમજે નથી, પહેલાં તો સાદી સપાટીઓથી તમે શરૂઆત કરી.
મેં કહ્યુંઃ હા.
અને ખગોળશાસ્ત્રને તમે બીજુ મૂક્યું, અને પછી તમે એક પગલું પાછળ ભર્યું ?
હા. અને મારી ઉતાવળને લીધે જ તમને આ વાર થઈ સ્વાભાવિક ક્રમનાં જે ઘનભૂમિતિ (સાદી ભૂમિતિ પછી) આવવી જોઈએ, તેની સ્થિતિ (અત્યારે તો) હસવું આવે એવી છે, તેને લીધે (ભૂમિતિની) આ શાખાને (૬) વટીને, હું ખળ અથવા ઘન પદાર્થોની ગતિનું નિરૂપણ કરવા માંડયો.
તેણે કહ્યું ખરું.
ત્યારે જે રાજ્ય તરફથી એને પ્રેત્સાહન મળે તે જે વિજ્ઞાનને અભ્યાસ આજે પડતો મૂકાયો છે તે પાછો અસ્તિત્વમાં આવે એટલું સ્વીકારી લઈને આપણે આપણું ચોથા વિષય ખગોળશાસ્ત્ર પાસે આવીશું.
તેણે જવાબ આપેટ ખરા ક્રમ પુરસ્સર ! અને સેક્રેટિસ, મેં ખગોળનાં જે શુદ્ધ રીતે વખાણ કર્યા તે રીતને (૫૯) તમે - વખોડી કાઢી, તે પછી મેં વખાણ કર્યા હતાં તે હવે તમે તમારી