________________
તેણે કહ્યુંઃ કઈ જાતની ?
મેં કહ્યું (એક તો, તમે લડાઈને વખતે થતા લાભ વિશે બેલ્યા તે; અને અનુભવ પરથી સાબીત થાય છે કે જ્ઞાનના તમામ પ્રદેશમાં, જેને ભૂમિતિ આવડતી નથી તેના કરતાં જેણે ભૂમિતિનો અભ્યાસ કર્યો છે તેની ગ્રહણ કરવાની શક્તિ અથાગ તીવ્ર હોય છે.
તેણે કહ્યું હતું, ખરેખર એમની વચ્ચે અથાગ ફેર હોય છે.
ત્યારે આપણે એવો પ્રસ્તાવ કરીશું ને કે– જ્ઞાનની આ બીજી શાખાનો પણ આપણે યુવાન અભ્યાસ કરશે ?
તેણે જવાબ આપ્યોઃ ભલે એમ કરીએ.
(૯) અને ધારે કે ખગોળને આપણે ત્રીજે નંબરે મૂકીએતે તમે શું કહેશે?
તેણે કહ્યું એ (ખગળ) પ્રત્યેનું મારું વલણ બહુ જબરું છે; મહિનાઓ, ઋતુઓ અને વર્ષોનું નિરીક્ષણ જેટલું ખેડૂત કે ખલાસીને અગત્યનું છે તેટલું જ એક સેનાપતિને પણ એ અગત્યનું છે. ' કહ્યું તમે નકામા વિષય ઉપર (ખે) ભાર મૂકો છો એમ ન દેખાય તે માટે, દુનિયાની જે તમને બીક લાગે છે તેને લીધે, તમે જે સાવચેતી રાખે છે તેથી મને મજા પડે છે, અને દરેક માણસમાં આત્માનું ચક્ષુ હોય છે, જે બીજા વિષયોને લીધે ગુમાઈ જાય () છે અને ઝાંખું પડે છે અને જે દસ હજાર ચર્મચક્ષુઓથી પણ વધારે કીંમતી છે, કારણ માત્ર એના વડે જ સત્ય જોઈ શકાય છે, તે આનાથી શુદ્ધ થાય છે તથા ફરીથી સતેજ થાય છે એમ માનવામાં જે મુશ્કેલી છે તેનો હું પૂરેપૂરે સ્વીકાર કરું છું. હવે લેકો બે પ્રકારના હોય છે. તેમનો એક વર્ગ તમારી સાથે સંમત થશે અને તમારા શબ્દોમાં કોઈ મહાન સત્યનું) આવિષ્કરણ થયું હોય એમ માનશે; બીજે (પર૮) વર્ગ એને સર્વાશે અર્થહીન માનશે, નકામી વાતો તરીકે તેને ગણી કાઢશે, કારણ એમાંથી કોઈ પણ પ્રકારનો લાભ
* આનું સ્પષ્ટીકરણ નીચે પ૨૯ માં થાય છે.
૨૫