________________
પરિચ્છેદ ૭
તા પણ જે કોઈ ને ભૂમિતિનું એછામાં ઓછું જ્ઞાન છે તે પણ એની ના નહિ કહે કે તે વિજ્ઞાનનો આવા ખયાલ ભૂમિતિકારાની સામાન્ય ભાષાને ખુલ્લેખુલ્લો વિરોધ કરે છે.
એમ કેમ ?
૩૮૪
તેઓ માત્ર (સ્થૂળ ) વ્યવહારને જ નજર આગળ રાખે છે, અને દ્વિધાત કરવું, લંબાવવું, લાગુ પાડવું વિગેરે વિશે હંમેશાં સંકુચિત અને હાસ્યાસ્પદ રીતે ખેલતા હોય છે.—ભૂમિતિની (પ્રમાણુગત) આવશ્યકતા સાથે તે રાજના જીવનની આવશ્યકતાઓનો ગોટાળા કરી મૂકે છે; (૪) જ્યારે (ખરી વાત એ છે કે) તે આખા વિજ્ઞાનનો ખરા વિષય શુદ્ધ જ્ઞાન (પેાતે છે.
તેણે કહ્યું જરૂર.
ત્યારે વધારામાં આપણે શું આટલું પણ કબૂલ કરવું ન જોઈ એ ? શું?
કે જે જ્ઞાન ભૂમિતિનું લક્ષ્ય છે તે કઈ નાશવાન અને ક્ષણભંગુર વસ્તુનું નહિ પણ અક્ષર વસ્તુનું જ્ઞાન છે.
તેણે જવાબ આપ્યોઃ એ જલદીથી સ્વીકાર થઈ રાકે, અને એ ખરું છે.
ત્યારે મારા ઉમદા મિત્ર, ભૂમિતિ સત્ય પ્રત્યે . આત્માને રી જશે, અને ફિલસૂફીનું માનસ ઉત્પન્ન કરશે, તથા હાલ જેનું દુ:ખદ રીતે અધ:પતન થવા દેવામાં આવે છે તેને ઉન્નત કરશે.
ભૂમિતિ કરતાં કોઈ ખીજો વિષય આવી અસર ઉત્પન્ન કરે એ વધારે સંભવિત નથી.
ત્યારે તમારા રમણીય નગરના પુરવાસીઓએ (૧) ગમે તે થાય તે પણ ભૂમિતિનો અભ્યાસ તા કરવાનો જ છે—ખીજા કોઈ પણ નિયમ કરતાં આની સખતમાં સખત રીતે નેાંધ લેવાવી જોઈ શે. આ ઉપરાંત (આ) વિજ્ઞાનની આડકતરી અસર પણ થાય છે, અને એ કઈ નાનીસૂની નથી.