________________
૩૮૧.
પપ
તેમણે તેનો અભ્યાસ જારી રાખવાનો છે; વળી પરચૂરણ દુકાનદારો કે વેપારીઓની જેમ ખરીદી તથા વેચાણુની દૃષ્ટિથી પણ નહિ, પરંતુ તેનો લડાઈમાં ઉપયોગ થાય છે તે તથા આત્માની પેાતાની ખાતર; અને—કારણ પરિવર્તનશીલ સદસમાંથી સત્ય અને સત્ તરફ જવાનો એને માટે આ સહેલામાં સહેલે રસ્તા છે.
તેણે કહ્યું: એ ઉત્તમ.
મેં કહ્યું: હા, અને મેં એનું નામ દીધું છે તેા હવે એ (૩) વિજ્ઞાન કેટલું મનોહારી છે ! તે—અને જો કાઈ દુકાનદારની નહિ પણ લિની મનોવૃત્તિથી તેનો અભ્યાસ કરવામાં આવે, તે આપણા ઇચ્છિત આશયને એ કેટલી અનેક રીતે સાધે છે તે વિશે મારે એ ખેલ કહેવા જોઈ એ.
એટલે કેવી રીતે—તમે કહેવા માગે છે!?
મારા અં હું કહેતા હતા તેમ એવા છે કે ગણિતની (આત્મા પર થતી) અસર ધણી જ મહાન અને ઉન્નત છે, કારણ અમૃત સંખ્યા વિશે તર્ક કરવાની એ ફરજ પાડે છે, અને દલીલમાં દશ્ય કે ઇન્દ્રિયાચર પદાર્થાં ઘૂસી જાય તેની સામે એ થાય છે. પેાતે જ્યારે ગણતરી કરતા હાય, ત્યારે જો તે પરમ એકમના વિભાગો કરવા પ્રયત્ન કરે તેા (ગણિતની) કલાના વિશારદે કેટલી મક્કમતાથી તેને પ્રતિકાર (ૐ) કરે છે, અને તેની ડાંસી કરે છે તે તમે જાણેા છે, અને તમે વિભાગેા કરેા, તા એક તે એક જ રહે અને અપૂર્ણાંકમાં (એનું એકત્વ) ખાવાઈ ન જાય એવી સંભાળ રાખીને તે ગુણાકાર કરે છે.
એ સાવ સાચુ છે.
(૫૨૬) હવે ધારો કે કાઈ માણસ એમને કહે છેઃ અરે મારા
૧ : આનેા અર્થ આવા હાઈ શકે : (૧) અપૂર્ણાંકની શક્યતા તે સ્વીકારતા નથી તેથી તે સંખ્યાને પૂર્ણાંક બનાવી દે છે (ગુણીને); અથવા (૨) તે ભાગાકારને ગુણાકારની જ એક પ્રક્રિયા માને છે, કારણ એકના જે અપૂર્ણાંક આવે તે પાતે બધા એકમ રૂપ છે,