________________
૫ર૪
૩૭૯
અને દશ્ય તથા બુદ્ધિગમ્ય વચ્ચેનો ભેદ પણ આ રીતે ઉદ્દભ. (૬) સૌથી સાચું.
અમુક ઇન્દ્રિય પ્રત્યક્ષો બુદ્ધિને નિમંત્રે છે, અથવા જે આનાથી વિરુદ્ધમાં છે એમ જ્યારે હું બોલતે હતા ત્યારે મારે અર્થ આ હતઃ જે ઈન્દ્રિય-પ્રત્યક્ષેની સાથે સાથે જ તેનાં વિરોધી ઈન્દ્રિય-પ્રત્યક્ષ (પણ) સામેલ હોય છે તે વિચારને નિમંત્રે છે, જેમાં એ સામેલ હેતાં નથી તે વિચારવ્યાપારની અપેક્ષા રાખતાં નથી.
તેણે કહ્યું સમજો અને તમારી સાથે હું સંમત થાઉં છું. અને એકમ તથા સંખ્યાઓને કયા વર્ગમાં સમાવેશ કરી શકાય ? તેણે જવાબ આપે મને ખબર નથી.
થડે વિચાર કરે, અને તમને માલમ પડશે કે જે અગાઉ કહેવાયું છે તેમાંથી આને જવાબ નીકળી આવે છે; કારણ દષ્ટિથી કે બીજી કોઈ ઈન્દ્રિય દ્વારા જે સાદા એકત્વનું પૂરેપૂરી રીતે ભાન થતું હોય તો પછી (૬) આંગળીના પ્રસંગમાં આપણે કહેતા હતા તેમ, (એકત્વને પ્રત્યક્ષ કરવાના પ્રસંગમાં પણ) સત પ્રત્યે (આત્મા) ખેંચી જાય એવું કશું નહિ હોય; પરંતુ જ્યારે (કેાઈ બે વસ્તુઓ વચ્ચે) હરહંમેશ કંઈ વિરોધાભાસ રહેલો હોય, અને એક તે એકથી ઉલટી હોય અને તેમાં બહુવને ખયાલ અનુસ્મૃત રહેલું હોય ત્યારે આપણામાં વિચારવ્યાપાર જાગ્રત થવા માંડે છે, અને આત્મા મૂંઝાયેલે છે તથા (ચેકસ) નિર્ણય પર આવવા માગે છે તેથી પૂછે છે – પરમ એકત્ર એટલે શું ?” એકત્વના અભ્યાસમાં (પ૨૫) ચિત્તને ખરેખર સતના ચિંતન પ્રત્યે ખેંચી જવાની અને ચિત્તમાં અમુક) પરિવર્તન કરવાની જે શક્તિ રહેલી છે તે આ રીતે રહી છે.*
* જુઓ પરિ. ૬. ૫૧૦ વગેર.
* આ ચર્ચામાં પિથાગોરસની અસર દેખાય છે, તે પણ અહીં પ્લેટે તાવિક સંખ્યા વિશે વાત કરે છે એમ માનવાની જરૂર નથી,