________________
૧૨
GO
શો મુદ્દો ?
એ દરેક એકસરખી રીતે આંગળી તરીકે દેખાય છે. () પછી ભલે એ વચ્ચે દેખાય કે એક છેડે દેખાય, ધોળી હોય કે કાળી હેય અથવા જાડી હોય કે પાતળી હોય પણ તેમાં કંઈ તફાવત પડત નથી. આંગળી એ ગમે તેમ તે પણ અગળી જ રહે છે. આવા પ્રસંગોમાં વિચારશક્તિને–આંગળી એટલે શું ?–એ પ્રશ્ન પૂછવાની માણસને જરૂર પડતી નથી. કારણ આંગળી એ આંગળીથી કંઈ ભિન્ન વસ્તુ છે એ બોધ આપણું દષ્ટિ ચિત્તને કરતી નથી.
ખરું.
અને તેથી જ, મેં કહ્યુંઃ આપણે જાણીએ છીએ તે (૬) અનુસાર બુદ્ધિને નિમંત્રે કે ઉત્તેજિત કરે એવું અહીં કશું નથી.
તેણે કહ્યું: ના, નથી.
પણ મેટી અને નાની–એ વિશે (જે આપણે નિર્ણય કરવાને હોય તો) શું આ એટલું જ સાચું હોઈ શકે ખરું ? દષ્ટિ શું એ (આંગળીઓ)ને (આ રીતે) પૂરેપૂરી નિહાળી શકશે ? અને એક આંગળી વચમાં છે તથા બીજી છેડે છે એને લીધે શું કરો ફેર નહિ પડે ? અને એ જ રીતે જાડાઈ પાતળાઈ કે નરમ અથવા કઠણ હોવાના ગુણોનો સ્પર્શ દ્વારા શું પૂરત ખયાલ આવી શકશે ? અને એ રીતે બીજી ઈન્દ્રિયે વિશે પણ; (૫૨૪) તે (ઈન્દ્રિયો) એવી બાબતને શું સંપૂર્ણ બોધ કરે છે ખરી ? ઇન્દ્રિયવ્યાપાર શું આ પ્રકારનો નથી હોત કે જે ઇન્દ્રિયને કઠોરતાના ગુણની સાથે સંબંધ છે તેને જરૂર કોમળતાના ગુણની સાથે પણ સંબંધ છે જ અને (તેથી) આત્માને એ માત્ર એટલે જ બંધ કરે છે કે એકની એક વસ્તુ કઠણ અને નરમ બને છે?
તેણે કહ્યું તમે તદ્દન ખરું કહો છે.
અને જે કંઈ કઠણ છે તે નરમ પણ છે એવો ઈન્દ્રિય તરફથી આત્માને બોધ થાય ત્યારે શું આત્મા મૂંઝવણમાં ન પડે ? વળી જે કંઈ