________________
૫૨૨
અને પિતાના દરેક વહાણ પર સંખ્યાંક લખ્યો હતો, તથા ય નજીક લશ્કરને હારેમાં ગોઠવ્યું હતું એમ જે એણે જાહેર કર્યું તેના તરફ શું કદી તમારું ધ્યાન ગયું નથી; એનો અર્થ એ છે કે ત્યાર પહેલાં વહાણોની કદી ગણતરી થઈ જ નહોતી, અને એગેમેક્નોન પિતાના પગ ગણવાને પણ અશક્ત હતો એમ શબ્દશ: આપણે માનવું જોઈએ– જે એને સંખ્યાનું જ ભાન ન હોય, તે પછી એ કઈ રીતે ગણતરી કરી શકે ? અને જો એ વાત ખરી હોય તો એ કઈ જાતનો સેનાપતિ હશે ?
જે તમે કહ્યું એ પ્રમાણે હોય તો તે મારે કહેવું જોઈએ કેઅત્યંત વિચિત્ર સેનાપતિ !
() યોદ્ધાને ગણિતનું જ્ઞાન હોવું જોઈએ એની આપણુથી ના પડાય ?
જે તેને લડાઈના બ્હેનું થોડું પણ જ્ઞાન મેળવવું હોય, અથવા ભારે ઉલટું એમ કહેવું જોઈએ કે, જે તેણે જરા પણ મરદ બનવું હોય તો અવશ્ય તેને (ગણિતનું જ્ઞાન) હોવું જ જોઈએ.
આ અભ્યાસનો તમારે ખયાલ તે મારા જેવો જ છે કે કેમ તે જાણવાનું મને મન છે?
તમારે ખયાલ છે ?
મને લાગે છે કે આપણે જે વિષયની શોધ કરીએ (પર૩) છીએ, અને સ્વાભાવિક રીતે જ જેમાં વિચારને પ્રાધાન્ય મળે છે પણ જેનો ખરી રીતે કદી ઉપયોગ થયો નથી એવો આ વિષય છે; કારણ આત્માને સત પ્રત્યે દેરી જ એ જ એનો ખરે ઉપયોગ છે.*
તેણે કહ્યું તમારે અર્થ સમજાવશો ?
મેં કહ્યું હું પ્રયત્ન કરી જોઈશ; અને જ્ઞાનની કઈ શાખાઓમાં આ આકર્ષક શક્તિ રહેલી છે તે મારા મનની સાથે બરાબર ફુટ કરવા હું જ્યારે પ્રયત્ન કરું છું, ત્યારે મને જે વહેમ જાય છે, તેને સાચે
* મુદ્દો ૪ . ગણિતનું સ્થાન તથા ઉત્પત્તિ