________________
પર
-
૭
હમણું જ સ્ફર્યો તમને યાદ હશે કે આપણું યુવાનોએ કસરતાજ લડવૈયા થવાનું છે?
હા, એમ કહ્યું હતું ખરું. ત્યારે આ નવી જાતના જ્ઞાનમાં એક વધારાનો ગુણ હોવો જોઈએ ? ક ગુણ? લડાઈમાં ઉપયોગી થઈ પડવાને. હા, જો શક્ય હોય તો.
કેળવણી વિશે આપણી અગાઉની યોજનામાં બે (1) વિભાગો હતા, ખરું ને ?
બરાબર એમ જ.
એક તે શારીરિક કેળવણી, અને શરીરનો વિકાસ તથા ક્ષય એ એનો વિષય હતો, અને તેથી સાધારણ રીતે આપણે એમ ગણું શકીએ કે એને ઉત્પાદ અને નાશની સાથે સંબંધ છે?
(પર૨) ત્યારે આપણે જે જ્ઞાન શધવા મથીએ છીએ તે આ ન હોય !
ના.
પણ આપણી અગાઉની યોજનામાં માનસિક કેળવણીને જે થોડું ઘણું સ્થાન મળ્યું હતું તે વિશે તમે શું કહેશે?
તેણે કહ્યું તમને યાદ હશે કે માનસિક કેળવણી, એ શારીરિક કેળવણીને પૂરક વિભાગ હતો અને તેમાં પાલકોને ટેવના બંધારણ દ્વારા, સંવાદથી તેમનું જીવન સંવાદમય કરીને અને તાલથી તાલબદ્ધ કરીને, શિક્ષણ મળતું હતું, પણ તેમાં એમને કશું વિજ્ઞાન મળતું નહોતું;x અને જેડી કાઢેલા કે પછી કદાચ સાચ્ચા શબ્દોમાં તાલ અને સંવાદના જેવાં તો હતાં, પરંતુ જે ઈષ્ટ વસ્તુને તમે (૪) અત્યારે શેધી રહ્યા
૪ પ્લેટોના અભિપ્રાયનુસાર શરૂઆતની માનસિક કેળવણીમાં ઈન્દ્રિયગોચર જગતનું જ જ્ઞાન અપાય છે, “વિજ્ઞાન એનો વિષય નથીઃ ઇન્દ્રિયગોચર જગત એટલે સદસરૂપ પડછાયા.