________________
પરિચ્છેદ ૭
હળવું છે તે ભારે પણ હોય, અને ભારે તે હળવું હોય, તે ભારે અને હળવાનો શા અ હોઈ શકે ?
૩૭૮
(વ) તેણે કહ્યું; હા, આત્માને જે આવેા મેધ થાય છે તે બહુ વિચિત્ર છે, અને એની કાડ પાડવાની જરૂર રહે છે.
મેં કહ્યુંઃ હા, અને આવી મુંઝવણમાં પેાતાને જે ભિન્ન પદાર્થાનું નિવેદન કરવામાં આવ્યું છે તે એક છે કે એ એ જોવા આત્મા સ્વાભાવિક રીતે ખુદ્ધિ અને ગણતરીની મદદ લે છે.
ખરુ.
અને જો એ એ છે એમ ખબર પડે, તેા તેમાંની દરેક (વસ્તુ) એક અને (બીજાથી) શું ભિન્ન નથી ?
જરૂર.
અને જો દરેક એક હોય, અને ખતે એ હાય, તેા એ બંને () વિભક્તાવસ્થામાં છે એમ આત્મા માનશે, કારણ જો તે અવિભક્ત હાય તા તેમનો એક તરીકે જ વિચાર થઈ શકે ?
ખરું.
નાની અને મેાટી બંને વસ્તુઓને આંખે જરૂર જોયેલી તે ખરી પણ તે માત્ર અસ્પષ્ટ રીતે; તે તેને (બરાબર) પારખવામાં આવી નહોતી.
હા.
આથી ઉલટું ( આ પ્રકારની ) અવસ્થામાં પ્રકાશ આણવાના હેતુથી બુદ્ધિને ( ઇન્દ્રિયાના) વ્યાપારને અવળા કરી નાંખવાની તથા નાની અને માટી વસ્તુઓને અસ્પષ્ટ રીતે નહિ પણ ભિન્ન તરીકે જોવાની જરૂર પડી.
સાવ સાચું.
.
મેટું શું છે? ' અને ‘નાનું શું છે ? ' એ પ્રશ્નની શરૂઆત
શું આનાથી નહાતી થઈ ?
બરાબર એમ જ.