________________
.૭૭
હા. હું બરાબર સમજુ છું.
ત્યારે એ વિશેનું મારું દૃષ્ટિબિંદુ હું તમને જણાવીશ. હું એ શક્તિઓને જોઈ શકતા નથી અને તેથી આકાર, રંગ તથા એવા ખીજા જે ભેદોથી કેટલીક (ખાદ્ય) વસ્તુ વચ્ચેના તફાવતા પારખવ્ય હું શક્તિમાન થાઉં છું, તે એ શક્તિઓને લાગુ પડતા નથી. હરકેાઈ શક્તિ વિશે જ્યારે હું વાત કરું છું ત્યારે એનાં ક્ષેત્ર (૪) તથા પરિણામ વિશે જ હું વિચાર કરું છું; અને જેનાં ક્ષેત્ર તથા પરિણામ સમાન હોય છે તેને હું એક જ શક્તિ ગણું છું, પરંતુ ( જે એ શક્તિનાં ) ક્ષેત્ર તથા પરિણામે ભિન્ન હોય છે તેમને હું ભિન્ન ગણું છું. તમે પશુ એ જ રીતે એનું નિરૂપણ કરા, ખરું ને ?
હા.
અને હજી એક સવાલના જવાબ આપે!—એટલી મોટી ભલાઈ તમે મારા પ્રત્યે દેખાડશે ? તમે જ્ઞાનને એક શક્તિ ગણા કે નહિ, અથવા તમે એને કયા વર્ગમાં મૂકશે ?
-
જરૂરી જ્ઞાન એક શક્તિ છે, અને શક્તિઓમાં એ સૌથી બળવાન છે.
(૬) અભિપ્રાયની પણ એક શક્તિ છે ખરું ?
તેણે કહ્યું: જરૂર; કારણ જેનાથી આપણે અભિપ્રાય બાંધી શકીએ છીએ તે અભિપ્રાયની શક્તિ છે.
અને છતાં થાડા વખત પહેલાં તમે એવા સ્વીકાર કરતા હતા કે જ્ઞાન અને અભિપ્રાય એક જ નથી ?
તેણે કહ્યુ: કેમ, હા, જે દેષયુક્ત છે અને જે દોષયુક્ત નથી તે બંને એક છે એમ કોઈ સમજી પ્રાણી કદી કેમ કહી શકે ? (૪૭૮) મેં કહ્યું: ઉત્તમ જવાબ, જે એમ સાબીત કરી આપે છે કે એ બે વચ્ચેના ભેદનું આપણને પૂરેપૂરું ભાન હતું.
ક
હા
ત્યારે જ્ઞાન તથા અભિપ્રાયની શક્તિએ ભિન્ન છે તેા તેમનાં