________________
પ૦૯ | (F) ત્યારે હું ફરીથી પ્રયત્ન કરીશ; હું પ્રસ્તાવમાં બે બેલ કહી લઉં ત્યાર પછી તમે મને વધારે સારી રીતે સમજી શકશે. તમને ખબર છે કે ભૂમિતિ, ગણિત અને એના જેવા વિજ્ઞાનના અભ્યાસીઓ વિજ્ઞાનની ભિન્ન ભિન્ન શાખાઓમાં એકી અને બેકી અને આકૃતિઓ અને ત્રણ પ્રકારના ખૂણાઓ અને એવું બીજું (શરૂઆતથી જ) સ્વીકારી લે છે; આ તેમની પ્રતિજ્ઞા છે, અને તેમને તથા બીજા દરેકને આનું જ્ઞાન છે એમ માની લેવામાં આવે છે અને તેથી તેમને પિતાને કે બીજાઓને એ વિષે કશી સમજુતી આપવાની તેઓ કૃપા કરતા (૩) નથી; પણ (એનો સ્વીકાર કરીને) તેઓ તેનાથી જ શરૂ કરે છે અને છેવટે સુસંગત રીતે તેમાંથી ફલિત થતાં અનુમાન પાસે આવે ત્યાં તેઓ અટકે છે.
હા, તેણે કહ્યુંઃ મને ખબર છે.
અને તમને શું એની પણ ખબર નથી કે જે કે તેઓ દશ્ય આકૃતિઓનો ઉપયોગ કરે છે અને એને વિશે તર્ક કરે છે તે પણ તેઓ (વસ્તુતઃ) એને નહિ પણ જે આદર્શ (તત્ત્વના) જેવી તે (આકૃતિઓ) છે તે (આદર્શ તો) વિશે તેઓ વિચાર કરતા હોય છે; તેઓ જે આકૃતિઓ દોરતા (૬) હોય તેને નહિ, પણ–પરમ ચેરસને, પરમ વ્યાસનો એ પ્રમાણે–જે આકૃતિઓ તેઓ દેરતા હોય કે કરતા હોય • અને જેમની છાયા અને પ્રતિબિબો તેના પિતાના પાણીમાં પડતાં હોય તે આકૃતિઓને તેઓ પ્રતિકૃતિનું રૂપ આપે છે, પરંતુ તેઓ તો (આ બધે વખત) જે વસ્તુઓને (તોને) પોતાને માત્ર મનઃચક્ષુથી જ જોઈ શકાય એમ છે તેને નીરખવાને તેઓ ખરેખર પ્રયત્ન કરતા હોય છે ?
(૧૧) એ ખરું છે.
અને જો કે આત્માને આ શોધી કાઢવા માટે પ્રતિજ્ઞાને ઉપયોગ કરવું પડે તે પણ આ પ્રકારનાં તત્ત્વોને હું બુદ્ધિગમ્ય કહું છું;