________________
પરિચ્છેદ ૭
૩૬૬
તેના પ્રત્યેના હાસ્ય કરતાં જે આત્મા નીચેથી ( ઉપર ) પ્રકાશ તરફ આવતા હશે તેને જોઈ ને એને હસવાનું મન થાય એ વધારે સકારણ છે. તેણે કહ્યું: એ ભેદ પાડયો તે બહુ જ યેાગ્ય છે.
પણ ત્યારે, જો મારું કહેવું ખરું હાય, તે કેળવણીના કેટલાએક અધ્યાપકે! જ્યારે એમ કહે છે કે આંધળી આંખામાં દૃષ્ટિની જેમ, જે જ્ઞાન પહેલાં નહોતું એ તેએ (F) આત્મામાં મૂકી શકે છે, ત્યારે તે જુઠ્ઠું ખેલતા હાવા જોઈએ.
તેણે જવાબ આપ્યા: તે ખચીત એવા દાવા કરે છે જ, જ્યારે ઉલટું આપણી દલીલ પરથી એમ સાબીત થાય છે કે શીખવાનું સામર્થ્ય અને શક્તિ આત્મામાં પહેલેથી જ રહેલાં છે; ગ અને જેવી રીતે આખા શરીરને ફેરવ્યા વગર આંખા અંધકારમાંથી પ્રકાશ તરફ વળી શકતી નહેાતી, તેવી જ રીતે સદસથી ભરેલા જગતમાંથી સત્ પ્રત્યે જ્ઞાનના સાધનને સમસ્ત આત્માના વ્યાપાર દ્વારા જ વાળી શકાય અને સતના તથા સૌથી વધારે પ્રકાશમય અને ઉત્તમ સતના, અથવા (૪) બીજા શબ્દોમાં કહીએ તેા, ઇષ્ટના દર્શનને સહન કરવાને ધીમે ધીમે શીખી શકાય.
સાવ સાચું.
અને સૌથી વધારે ઝડપથી તથા સૌથી સરળ રીતે ( આ પ્રકારનું ) પરિવર્તન સાધી શકે એવી કાઈક કલા તેા હોવી જોઈ એ ખરી તે; ( અને એ કલા) કંઈ જેવાની શક્તિને (નવેસરથી) રાપો નહિ કારણ એ તેા કયારની ત્યાં છે જ, માત્ર એ ઊંધી દિશામાં જ વળેલી છે; અને સત્યથી વિમુખ છે?
તેણે કહ્યું: હા, એવી કાઈ કલા હોવી જોઈ એ એમ આપણે
સ્વીકારી શકીએ.
"
* This has relation to Plato's
anamnesis'. Vide
‘Protagoras '
Dialogues.
doctrine and
of
Meno'