________________
પણ, તેણે કહ્યું શું આમાં આપણે અન્યાય કરતા નથી? જ્યારે તેઓ ખુશીથી ઉચ્ચતર જીવન ગાળી શકે તેમ હોય ત્યારે શું આપણે એમને હીનતર જીવન ગાળવાની ફરજ પાડવી જોઈએ ?
() મેં કહ્યું, મારા મિત્ર, બાકીના લોકોને પડતા મૂકી માત્ર કઈ એક વર્ગને સુખી કરવાનો શાસનકર્તાઓને ઈરાદો નહોતે એ તમે ભૂલી ગયા લાગે છે, આખા રાજ્યમાં સુખ રહેવાનું હતું, અને (કઈ વાર) ફરજ પાડીને અને કોઈ વાર સમજાવીને એ (કાયદા ઘડનાર) પુરવાસીઓને એકત્રિત રાખશે તથા તેઓ (પર૦) રાજ્યના અને તેથી એક બીજાના ઉપકારક થાય એમ કરશે; આ આશયથી તે લેકેએ તેમને આવા બનાવ્યા *નહિ કે તેઓ પોતે મજા માણે, પણ રાજ્યનું સંગઠ્ઠન કરી એક કરવામાં તેઓ સાધનભૂત થાય તે અર્થે.
તેણે કહ્યું ખરું, હું એ તો ભૂલી જ ગયો.
ગ્લાઉઝોન, જુઓ, બીજાઓની જરૂરિયાતો પૂરી પાડવાની અને તેમની સંભાળ રાખવાની ફરજ જે આપણે ફિલસૂફે પર મૂકવામાં, આવે તો તેમાં કશે અન્યાય થતો નથી; આપણે એમને સમજાવીશું કે બીજાં રાજ્યોમાં એમના વર્ગના લેકેને રાજકારણનાં કાર્યોમાં ભાગ લેવાની () ફરજ પાડવામાં આવતી નથી; અને આ યોગ્ય છે, કારણ તેઓ સ્વેચ્છાથી જ ફિલસૂફો થયેલા હોય છે. અને ત્યાંની રાજસત્તા તો એમને ઊલટા સંધરવાની પણ ના પાડે ! (ફિલસૂફીમાં) સ્વયંશિક્ષિત હોવાથી, જે સંસ્કૃતિ એમને કદી (સમાજમાંથી) મળી નથી તે પ્રત્યે એ કશી કૃતજ્ઞતા દેખાડે એવી અપેક્ષા રાખી શકાય નહિ. પરંતુ તમે મધપૂડાના શાસનકર્તા થાઓ, તમારા અને બીજા પુરવાસીઓના રાજા થાઓ તે માટે જ અમે તમને દુનિયામાં પેદા કર્યા છે, અને તેમના બીજા રાજ્યોમાંના ફિલસૂફ) કરતાં કયાંય વધારે સારી અને સંપૂર્ણ રીતે તમને
* વ્યક્તિમાં જ જો આ માર્ગે જવાની તીવ્ર ઉત્કંઠા ન હોય, તો લોકે તેમને આવા” બનાવી શકે એ શાંકાસ્પદ છે. પ્લેટનું આ પાશ્ચાત્ય દષ્ટિબિંદુ છે, કે બહારથી માણસને ખરેખર સારે કરી શકાય,
૨૪