________________
૫૧૮
૩૬૭
અને આત્માના બીજા કહેવાતા સગુણ શારીરિક ગુણેના જેવા જ દેખાય છે, કારણ કે તેઓ અસલથી સાહજિક રીતે (આત્મ ના બંધારણમાં) હયાત ન હોય (૬) ત્યારે પણ પાછળથી આચરણ તથા ટેવ દ્વારા તે ગુણોને રેપી શકાય છે; પરંતુ વિવેકમાં બીજા કોઈ પણ સટ્ટણ કરતાં દેવી અંસ વધારે રહે છે, અને એ અંશ હમેશાં હયાત હોય છે, તથા આવા પરિવર્તનથી તે વધારે ઉપયોગી અને લાભકારક થઈ પડે છે, અથવા એથી ઉલટી પરિસ્થિતિમાં એ નિરપયોગી અને હાનિકર્તા પણ થાય છે. કોઈ હોશિયાર બદમાશની તીણ આંખમાંથી (૧૯) સંકુચિત બુદ્ધિનું કિરણ ચમકતું શું તમે કદી નથી જોયું–એ કેટલે આતુર હોય છે, એને ક્ષુદ્ર આત્મા પિતાના આશયને સિદ્ધ કરવાના માર્ગને કેટલી સ્પષ્ટ રીતે જુએ છે; એ જરા પણ આંધળે નથી, પણ એની તીણ દષ્ટિ અનિષ્ટની સેવામાં રોકાયેલી રહે છે, અને એટલે એ વધારે હોંશિયાર તેટલો એ વધારે હાનિકારક બને છે.
તેણે કહ્યું : સાવ સાચું.
પરંતુ આવા સ્વભાવવાળા માણસો પર એમની યુવાવસ્થાના દિવસમાં જ વાઢ મૂક્યો હોય તે શું; અને ખાવું પીવું વગેરે (૪) જેવા ઈન્ડિપભેગો, જે ઘંટીના પૈડાંની જેમ એમને જન્મથી જ વળગાડવામાં આવ્યા હતા અને જેને લીધે તેમનું અધઃપતન થયે જાય છે, અને અધમ વસ્તુઓ પ્રત્યે તેમના આત્માની દષ્ટ વળે છે. તે (ઇન્દ્રિપભેગો) માંથી તેમને અળગા કરવામાં આવે–(એટલે કે, હું કઈ છું કે જે આ અંતરામાંથી તેમને મુક્ત કરવામાં આવ્યા હોત અને એનાથી વિરુદ્ધ દિશાએ તેમને વાળવામાં આવ્યા હતા, તે જે વસ્તુઓ તરફ અત્યારે તેમની દૃષ્ટિ ઢળેલી છે તે વસ્તુઓને તેઓ
જેટલી તી નજરથી જોઈ શકે છે તેટલી જ તીક્ષણતાથી તેઓ પિતામાં રહેલી એ ને એ શક્તિ દ્વારા સત્યને જોઈ શકત.
સંભવિત છે. મેં કહ્યું: હા, અને બીજી એક બાબત પણ સંભવિત છે,