________________
૫૧૭
હા, અત્યંત સ્વાભાવિક છે.
અને કોઈ આધ્યાત્મિક ચિંતનના પ્રદેશને છોડીને મનુષ્યની અનિષ્ટ અવસ્થા પાસે એ આવી લાગે અને હાસ્યાસ્પદ રીતે એ દેખીતું) અયુક્ત વર્તન કરે; જ્યારે તેની આંખે અંધારાં આવતાં હોય ત્યારે અને આજુબાજુના અંધકારને એ ટેવાયે હેય ત્યાર પહેલાં, જે કાયદાની કાર્યોમાં અથવા બીજી જગ્યાએ, ધર્મની પ્રકૃતિએ અથવા પ્રતિકૃતિઓની છાયાઓ વિષે લડવાની તેને ફરજ પડે, અને જેમણે () હજી કદી શુદ્ધ ધર્મને જોયે નથી, તેમના ખયાલને પહોંચી વળવાનો પ્રયત્ન કરતો હોય,–ત્યારે તેમાં શું કંઈ નવાઈ પામવા જેવું છે ખરું ?
તેણે જવાબ આપ્યો : ગમે તેવું હોય પણ નવાઈ પામવા જેવું તે નહિ જ.
(૫૧૮) સાધારણ સમજશક્તિવાળાને પણ યાદ હશે કે આંખના ભ્રમ બે પ્રકારના હોય છે, અને તે બે કારણોને લીધે ઉત્પન્ન થાય છે, કાં તે પ્રકાશમાંથી બહાર આવવાને લીધે અથવા (અંધકારમાંથી) પ્રકાશમાં જવાને લીધે, અને આ જેટલું દેહનાં ચક્ષુ વિશે ખરું છે તેટલું જ મનઃચક્ષુ વિશે પણ ખરું છે; અને જેની દષ્ટિ ભ્રમવાળી અને નબળી હોય એવા કોઈને તે જુએ ત્યારે જે તે આટલું યાદ રાખે તો તે (તેને જોઈને) હસી નહિ પડે; એ પહેલાં તે પૂછશે કે શું એ માણસનો આત્મા વધારે પ્રકાશમય જીવનમાંથી બહાર આવે છે અને અંધારાને ટેવાયો નથી એ કારણે તે જોવાને અશક્ત છે, કે અંધકારથી અળગો થઈ દિવસ તરફ પિતાનું મેં ફેરવેલું હોવાથી પ્રકાશની અતિશયતાથી એ અંજાઈ ગયો (૨) છે? અને આના જેવી પરિ. સ્થિતિમાં અને જીવનની (આંતરિક) દશામાં જે કોઈ હોય તેને તે સુખી ગણશે, અને બીજાની તે દયા ખાશે; અથવા જે એને હસવું જ હોય તે ઉપર પ્રકાશમાંથી જે આત્મા ગુફામાં પાછો ફરતો હોય
* મુદ્દો : ૨ ઃ સાક્ષાત્કાર પછીનું ફિલસૂફનું વર્તન તથા કર્તવ્ય,