________________
અંદર અંદર માન આપવાની (જેઓ ગુફામાં જ પડી રહ્યા છે) તેમને ટેવ હોય; અને (૩) (આવા નિરીક્ષણ અને નોંધને લીધે) જેઓ ભવિષ્યને વિશે અનુમાને બાંધવાને સૌથી વધારે શક્તિમાન હેય,–તો (આવી પરિસ્થિતિમાં) શું તમે એમ માને છે કે જેનામાં આ ઉચ્ચતર પરિવર્તન થયું છે) તે આવાં માન અને કીતિની દરકાર કરશે કે એ જેમને મળ્યાં હોય તેમની અદેખાઈ કરશે? હેમરની સાથે શું એ પણ એમ નહિ કહે કે:
ગરીબ શેઠના ગરીબ નોકર થવું વધારે સારું છે; અને તેઓ વિચારે છે તે રીતે વિચાર કરવો અને તેમની રીતે રહેવું એના કરતાં ગમે તે સહન કરી લેવું એ વધારે સારું છે?
(૬) તેણે કહ્યું: હા, માનું છું કે આવી કંગાલ હાલતમાં રહેવા કરતાં, અને આ ખોટા ખયાલ રાખવા કરતાં બહેતર છે કે એ ગમે તે સહન કરી લેશે.
મેં કહ્યું: ફરી એક વાર તમે કહપના કરે કે એવા કોઈને સૂર્યના પ્રદેશમાંથી એકાએક લઈને એના જૂના સ્થાનમાં પાછા મૂકવામાં આવે છે; તો એની આંખમાં જરૂર શું અંધારાં નહિ આવે?
તેણે કહ્યું : અચૂક,
અને એવામાં જે હરીફાઈ થાય અને હજી તો એની (અંધારામાં) જેવાની શક્તિ નબળી હોય, અને એની આંખે સ્થિર (૫૧૭) થઈ ન હોય [ અને અંધારામાં જોવાની આ નવી ટેવ મેળવતાં જે વખતની જરૂર પડે તે કદાચ ઘણું જ વધારે હોય ], ત્યાં તો જે કેદીઓ કદી ગુફામાંથી બહાર ગયા નહેતા તેમની સાથે પડછાયાને માપવાની હરીફાઈમાં તેને ઉતરવું પડે, તો એની સ્થિતિ શું હાસ્યાસ્પદ નહિ થાય ? લેક એને વિશે એમ કહેશે કે ભાઈ ઉપર ગયા અને આંખો ખાઈને પાછા વળ્યા; એટલે ઊંચે ચડવાનો વિચાર સુદ્ધાં ન કરવો એ જ સારું છે, અને બીજાને જે મુક્ત કરવા તથા પ્રકાશ તરફ દોરવાનો કોઈ પ્રયત્ન કરે, તો આવા અપરાધીને, જે તેઓ