________________
૫૨૫
૩૬૧
એમ ધારે કે કોઈ એને કહે છે કે જેના તરફ એ પહેલાં જેતે હતો એ આભાસ હતો; પશુ હવે જ્યારે એ સતની વધારે નજીક જતો જાય છે અને એનાં ચક્ષુ વધારે વાસ્તવિક અસ્તિત્વ (જેનું અસ્તિત્વ વધારે વાસ્તવિક છે તેના) પ્રત્યે ઢળેલાં છે ત્યારે એની દષ્ટિ વધારે–સ્પષ્ટ થતી જાય છે, – તે એ શે જવાબ આપશે ? અને આથી આગળ (જઈ) તમે એમ પણ કહપના કરે કે જેમ જેમ વસ્તુઓ પસાર થાય છે તેમ તેમ એને દોરનાર એના તરફ આંગળી ચીંધે છે, અને તે તે વસ્તુઓનાં નામ બદલવાનું તેને કહે છે તો શું એ ગૂંચવાડામાં નહિ પડે? એને શું એમ નહિ લાગે કે હાલ એને જે વસ્તુઓ બતાવવામાં આવે છે તેના કરતાં જે પડછાયા એણે પહેલાં જોયા હતા તેમાં સત્ય વધારે અંશે રહેલું છે?
ઘણું જ વધારે અંશે.
(૩) અને એને જે પ્રકાશ તરફ સીધું જેવાની ફરજ પાડવામાં આવે, તો એની આંખને પીડા થવા માંડશે અને એને લીધે જે દશ્ય પદાર્થોને એ (કંઈ પણ કષ્ટ વગર) જોઈ શકતા હતા તે પદાર્થોને આશ્રય લેવા શું એ પાછે નહિ ફરે; અને જે વસ્તુઓનું એને હાલ દર્શન કરાવવામાં આવે છે, તેના કરતાં પહેલાંના દશ્ય પદાર્થો ખરેખર વધારે સ્પષ્ટ હતા એમ શું એ નહિ માને ?
તેણે કહ્યું: ખરું.
અને ફરીથી એક વાર ધારે કે એને ઊભા ખરબચડા ઊધ્વ માગે કમને ખેંચી લઈ જવામાં આવે છે, એને સાક્ષાત સૂર્યની સન્મુખ બળપૂર્વક ખાડે કરવા માટે એને પકડી રાખવામાં (૧૬) આવે છે, તો એને દુઃખ થાય અને એ ચીડાઈ જાય તે શું સંભવિત નથી ? પ્રકાશની નજીક જતાં એની આંખે અંજાઈ જશે, અને હવે જેને આપણે તો કહીએ છીએ તેમાંનું કશું એ જોઈ શકશે નહિ.
તેણે કહ્યુંઃ એક ક્ષણમાં તો એ બધું નહિ જ જોઈ શકે... ઉચ્ચતર જગતનું દશ્ય જેવાને એણે ટેવાવું જોઈશે અને સૌથી