________________
પરિચ્છેદ ૭
તેણે કહ્યું: ખરું; જો તેઓ કદી પેાતાનાં માથાં પાછળ ફેરવી શકવાનાં ન હોય તેા પડછાયા સિવાય (વ) બીજું કશું તે શી રીતે જોઈ શકે?
૩૬.
અને જે વસ્તુઓને અહીંથી તહી લઈ જવામાં આવે છે તેના માત્ર પડછાયા તેએ એ જ પ્રમાણે જોશે, ખરું ને ?
તેણે કહ્યું: હા.
અને જો તે એક બીજા સાથે વાત કરી શકતાં હાય, તે જે કઈ તેમની સમક્ષ છૅ તેનું જ તેએ વાસ્તવિક નામ આપે છે એમ નહિ માને ?? સાવ સાચું.
શું તે
અને ધારા કે કેદખાનાની સામેની બાજુથી પડધાનેા અવાજ આવતા હાય તે જ્યારે રસ્તે જતાં માણસામાંના કાઈ કઈ લે, ત્યારે કંઈ શું તે ખચિત એવી કલ્પના નહિ કરે કે તેમણે સાંભળ્યા એ
અવાજ (સામેની) હરતી ફરતી છાયામાંથી આવે છે? તેણે જવાબ આપ્યા: એમાં ક ંઈ શક નહિ.
(૬) મેં કહ્યું: એમને મન સત્ય એટલે શબ્દશઃ ખીજું કશું નહિ પણ માત્ર આકૃતિના પડછાયા જ.
એ ચાક્કસ.
અને હવે ફરીથી નજર નાંખા—જો બંદીવાનાને ઘેાડવામાં આવે અને એમની ભૂલ (ના પડદે) ખસેડવામાં આવે, તે સ્વાભાવિક રીતે શું પરિણામ આવશે તે જુએ. પહેલાં તેા, જ્યારે તેમાંના કાઈ તે મુક્ત કરવામાં અને તેને એકાએક ઊભાં થવાની અને પાછું વળી ફરવાની તથા પ્રકાશ તરફ જોવાની ફરજ પાડવામાં આવે ત્યારે એને તીવ્ર દુ:ખ થશે; આંખને આંજી નાંખે એવા પ્રકાશથી એને પડા થશે અને પેાતાની પૂર્વ સ્થિતિમાં જે તત્ત્વાની એણે (માત્ર) છાયાએ જ (૩) જોઈ હતી તેને તે જોઈ શકશે નહિ; અને આવે વખતે
૧. અહીં મૂળ ગ્રીક પાડાન્તર વિશે એક નોંધ છે,