________________
પરિચ્છેદ ૭
(૫૧૪) અને હવે, મેં કહ્યું: આપણા સ્વભાવ કેટલે અંશે સ ંસ્કૃત છે કે અસંસ્કૃત છે તે હું એક ઉપમા દ્વારા દેખાડીશ. જુઓ ! માનવી ભૂતલ નીચેની એક ગુફામાં રહે છે. બહારના પ્રકાશ તરફ એ (ગુઢ્ઢા)નું મુખ છે, અને ગુઢ્ઢામાં ઠેઠ સુધી એ પ્રકાશ જાય છે; અહીં તેઓ બાહ્યાંવસ્થાથી રહેતાં આવ્યાં છે, અને તે હાલીચાલી ન શકે એ રીતે તેમના પગે અને ડેકે સાંકળ બાંધેલી છે; તેઓ (a) માત્ર પેાતાની આગળ જ જોઈ શકે છે. કારણ પેાતાનાં માથાં તે પાછળ ફેરવવા જાય તેા પેલી એડીએ આડે આવે છે. તેમની ઉપર અને તેમની પાછળ ઘેાડે દૂર અગ્નિની જ્વાળા ખળે છે અને અગ્નિ અને કેદીઓની વચ્ચે એક ઊંચા જેવા રસ્તા છે; અને જો તમે જોશા તેા તમને દેખાશે કે ઢી ંગલીઓની રમત દેખાડનારાઓ ઢીંગલીઓના (પડછાયા)ને દેખાડવા પેાતાની આગળ એક પડદે રાખે છે તેના જેવી એક નીચી દિવાલ એ બાજુ બાંધેલી છે.
મને દેખાય છે.
અને, મેં કહ્યું: દિવાલની ઉપર દેખાતાં દરેક જાતનાં પાત્રા તથા લાકડાનાં અને પત્થરનાં અને ભિન્નભિન્ન વસ્તુઓનાં બનાવેલાં પુતળાં અને પ્રાણીઓના (૪) આકારા લઈ ને દિવાલ પર પસાર થતાં માણુસેને તમે (૫૧૫) જુએ છે ? એમાનાં કેટલાંએક વાતા કરે છે, બીા શાંત છે.
તમે મને વિચિત્ર આકૃતિ દેખાડી છે, અને તે બંદીવાનેા પણ વિચિત્ર છે.
મેં જવાબ આપ્યાઃ આપણા જેવા જ; અને ગુઢ્ઢાની સામેની દિવાલ પર તેમના પોતાના પડછાયા અને એકબીજાના પડછાયા પડે છે તેને જ માત્ર તે જુએ છે?
* મુદ્દો : ૧ : એક રૂપક