________________
૩૫૪
પરિછેદ ૬
હા, હું સમજુ છું.
આપણે જે પ્રાણીઓ જોઈએ છીએ તેને તથા જે કંઈ ઉત્પન્ન થાય છે અને વૃદ્ધિ પામે છે તે બધાને જે બીજા વિભાગમાં સમાવેશ થાય છે–અને આ વિભાગ એ તે માત્ર એક ખાલી આકૃતિ જ છે - ખયાલ કરે :
બહુ સારું.
આ વિભાગના બંને ઉપવિભાગોમાં સત્યના ભિન્ન ભિન્ન (વધતઓછા) અંશે રહેલા છે તથા નકલ તથા અસલ વચ્ચેનું જે પ્રમાણે છે તે અભિપ્રાયના ક્ષેત્ર અને જ્ઞાનના ક્ષેત્ર વચ્ચેના પ્રમાણની બરાબર છે એટલું તમે નહિ સ્વીકારે ?
(૨) બેશક.
હવે બીજું–બુદ્ધિગમ્ય ક્ષેત્રના જે રીતે વિભાગો પાડવાના છે તે વિશે વિચાર કરે.
કઈ રીતે પાડવાનું છે?
આ રીતે —ઉપવિભાગો બે છે, નીચેના વિભાગમાં, અગાઉના વિભાગે પ્રતિકતિઓ તરીકે આપેલી આકૃતિઓને ઉપગ આત્મા કરે છે; આ મીમાંસા માત્ર (બુદ્ધિગમ્ય) પ્રતિજ્ઞા (Hypothesis) પર્યત જઈ શકે છે, અને કઈ તત્ત્વ કે સિદ્ધાન્ત તરફ ઊંચે જવાને બદલે બીજે છેડે નીચે ઉતરે છે; (પણ) બીજા ઉચ્ચતર વિભાગમાં આત્મા (સાબીત નહિ થયેલી એવી) પ્રતિજ્ઞાથી પાર જાય છે અને અગાઉના પ્રસંગની જેમ આત્મા પ્રતિકૃતિઓને ઉપયોગ કરતો નથી, પરંતુ તેમાં વિચરતો અને તોમાંથી પસાર થઈએ (સ્વીકૃત) પ્રતિજ્ઞાથી પણ ઊંચે જે (મૂળભૂત) સિદ્ધાન્ત છે ત્યાં જઈ પહોંચે છે.
તેણે કહ્યું હું તમારે અર્થ બરાબર સમજતો નથી. ૧, અહીં ગ્રીક પાઠાન્તર વિશે એક નોંધ છે.