________________
પચ્છેદ ૬
ગણુવામાં તમે કશી ભૂલ નહિ કરે; અને અગાઉના ઉદાહરણમાં જેમ પ્રકાશ અને દૃષ્ટિ ખરેખર સૂના જેવાં છે અને છતાં (એ એમાંથી એકેય) સૂર્ય પોતે નથી એમ કહી શકાય, તેમ આ બીજા ક્ષેત્રમાં વિજ્ઞાન તથા સત્યને ઈષ્ટનાં જેવાં ગણી શકાય, પણુ (એ એમાથી એકેય ) ઇષ્ટ પોતે છે એમ ન ગણી શકાય; દૃષ્ટનું પ્રતિષ્ઠાસ્થાન એ બધાથી ઉચ્ચતર છે.
૩૫૨
તેણે કહ્યું: જે વિજ્ઞાન અને સત્યનેા કર્તા છે, અને છતાં સાં*માં તેનાથી કયાંય ચડી જાય છે તે તેના સૌંદર્યંની અદ્ભુતતા કેવી હાવી જોઈએ; કારણ તમારા કહેવાનો ભાવાર્થ એવા તે ન જ હાઈ શકે કે સુખ જ છે?
મેં જવાબ આપ્યાઃ શાંતમ્ પાપમ્! પણ (ઇષ્ટની) પ્રતિકૃતિનો જુદા દૃષ્ટિબિંદુથી વિચાર કરવાનું હું તમને કહી શકું ખરો?
(૬) કયા દૃષ્ટિબિંદુથી ?
તમે એમ કહો ખરા—ન કહા ?—કે તમામ દૃશ્ય વસ્તુએના દૃશ્યપણાને માત્ર કર્તા છે એટલુ જ નહિ પરંતુ, પોતે જે કે ઉત્પાદક નથી, છતાં એ ઉત્પાદન, પેાણુ અને વૃદ્ધિનો પણ પિતા છે?
જરૂર.
એ જ રીતે એમ કહી શકાય કે ઇષ્ટ એ તમામ જ્ઞાત વસ્તુના જ્ઞાતપણાનો કર્તા છે એટલું જ નહિ પણ તેના (એ વસ્તુમાં રહેલા) સત્ અને સત્ત્વનો પણ પિતા છે, અને છતાં ઈષ્ટ કંઈ સત્ત્વ નથી, પરંતુ સત્ત્વના કરનાં પ્રભાવ તથા શક્તિમાં કયાંય ચડી જાય છે.
(૪) હસવું આવે એવા ઉત્સાહમાં આવી સ્વર્ગીય દિવ્ય દૃષ્ટિના કસમ ખાઈ તે કહું છું, મેં કહ્યુંઃ હા, આમાં કંઈ અતિશયોક્તિ જવાબદાર છે, કારણ મારી કલ્પનાને વ્યક્ત કરવાની તમે મને ફરજ પાડી છે.
જઈ ગ્લાઉકાને કહ્યું: કેટલું અદ્ભુત ? લાગે તે માટે તમે