________________
૫૩.
અને કૃપા કરીને એ વિશે બેલે જાઓઃ કંઈ નહિ તે સૂર્ય સાથેના સદશ્ય વિષે જે કંઈ વધારે કહેવાનું હોય તે અમારે સાંભળવું છે.
મેં કહ્યું: હજી તે કેટલુંયે વધારે કહેવાનું છે. ત્યારે ગમે તેટલું નજીવું હોય તે પણ કશું છોડી ન દેતા..
મેં કહ્યું હું મારાથી બનતું કરી ટીશ; પણ મને લાગે છે કે ઘણું તો મારે છોડી દેવું પડશે.
તેણે કહ્યું હું નથી માનતો.
(૩) ત્યારે તમારે એમ કહપના કરવાની છે કે શાસન કરતી બે શક્તિઓ છે અને તેમાંની એક શક્તિ બુદ્ધિગમ્ય જગતનું નિયમન કરે છે અને બીજી દશ્ય જગતનું. તમે રખેને એમ માનો કે હું શબ્દ પર શ્લેષ કરું છું. તેથી સ્વર્ગ (સ્વર્ગીય) (“A u r a n o s, H 6ra to s”) શબ્દ વાપરતા નથી. ત્યારે દશ્ય અને બુદ્ધિગમ્ય જગત વચ્ચેનો ભેદ તમારા મનમાં ઠસી ગયો છે એટલું હું માની લઉં ?
હા.
હવે એક એવી લીટી લે કે જેના બે નાના મોટા ભાગ કરવામાં આવ્યા હોય, અને આ બંને (નાના મોટા ભાગના) વળી એ ને એ પ્રમાણમાં વિભાગે કરે, અને ધારે કે બે મુખ્ય વિભાગેમને એક દશ્ય જગત સૂચવે છે, અને બીજો બુદ્ધિગમ્ય જગત, અને પછી આંતરવિભાગોને તેની સ્પષ્ટતા તથા સ્પષ્ટતાની–ખામીના દષ્ટિબિંદુથી સરખા (૬) અને તમને માલુમ પડશે કે દશ્ય ક્ષેત્રના પહેલા વિભાગમાં (પ૧૦) પ્રતિકૃતિઓ વસેલી છે, અને પ્રતિકૃતિને એક અર્થ હું છાયા એ કરું છું અને બીજો અર્થ પાણીમાં તથા સુંવાળા ચકિત ઘન પદાર્થો વગેરેમાં પડેલાં પ્રતિબિંબ એ કરું છું. તમે સમજ્યા ?
*મુદ્દો. ૭. જ્ઞાનના વ્યાપારની ચાર ભૂમિકાઓ. ૧, અહીં ગ્રીક પાઠાન્તર વિશે એક નોંધ છે.