________________
૨૯૨
૪૭૬ ચિત્તમાં જ્ઞાન છે, અને જે અભિપ્રાય બાંધે છે તેના ચિત્તમાં માત્ર અભિપ્રાય વસે છે ? *
જરૂર.
પરંતુ ધારે કે આ બીજે માણસ આપણી સાથે ટટ કરે છે, અને આપણું વિધાન સામે વાંધો લે છે, તે એની બુદ્ધિમાં શોચનીય અવ્યવસ્થા છે એમ તેને દેખાડી આપ્યા સિવાય (૬) આપણે તેને શાંત કરે એવું કઈ બીજું ઔષધ કે શિખામણ આપી શકીએ ખરા?
તેણે જવાબ આપ્યો : આપણે જરૂર તેને કંઈક સારી શિખામણું આપવી તે જોઈએ જ.
ત્યારે ચાલે—એને શું કહેવું તે વિશે આપણે જરા વિચાર કરીએ. “તમારે જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તે તમને આવકાર આપીશું, અને જે તમે જ્ઞાન મેળવશે તે ( ઉલટા) અમે ખુશી થઈશું–”( આ રીતે) એને ખાત્રી આપીને શું આપણે બોલવું શરુ કરીશું ? પણ આપણે એને એક સવાલ (પણ) પૂછી જોઈશે. “જેની પાસે જ્ઞાન છે તે કશું જાણે છે કે કશું નથી જાણતો ?” [ એને બદલે તમારે જવાબ આપવો પડશે. ]
હું જવાબ આપું છું કે એ ( – માણસ) થોડું ઘણું જાણે છે. જે છે તે, કે જે નથી તેવું કંઈક ? જે છે તેવું કંઈક; કારણ નથી તે કેવી રીતે કદી જાણી જ શકાય?
(૭૭) અને એ બાબતને ઘણયે દૃષ્ટિબિંદુથી જોયા પછી શું આપણને ખાત્રી થતી નથી કે પરમ સત્ત્વનું * પૂરેપૂરું જ્ઞાન થયું છે કે થઈ શકે, પરંતુ જે બિલકુલ અસ્તિત્વ ધરાવતું નથી, તે તદ્દન અજ્ઞાત રહે છે ?
એનાથી ઓછું અસંદિગ્ધ બીજું શું હોઈ શકે ? સારું. પરંતુ જે કઈ વસ્તુને સ્વભાવ એવો હોય કે એ માહિતી
જ્ઞાન અને અભિપ્રાય વચ્ચેના તફાવત માટે સરખાવઃ પરિ; ૪ઃ ક૨૯-૩૦; ૬: ૫૦૧; ૫૦૮ ૩; ૭: પ૩૪,