________________
(૪) એક બીજા મુદ્દાની નોંધ અહીં કરવી જોઈએ. કયા મુદ્દાની ?
એને વિદ્યાના ઉપાર્જનમાં આનંદ ઉપજે છે કે નહિ–તે; કારણું જે વિષય તરફથી દુઃખ જ ઉપજતું હોય અને જેમાં કેટલીયે હાડમારી પછી થોડીક જ પ્રગતિ થઈ શકતી હોય તેવા વિષયને કોઈ ચાહશે નહિ.
અવશ્ય નહિ જ.
અને વળી જે ભણેલું બધું ભૂલી જાય એવો એ હેય, તો એ ખાલી ઘડા જેવો રહેશે, ખરું ને ?
એમાં સંશય નથી.
(આમ ભણવાની) ફેગટ મહેનત કર્યા પછી, પિતાને ફલહીન ધંધે તથા પોતાની જાત બંનેને એ ધિક્કારે એવું પરિણામ આવશે ?
હા.
() ત્યારે જે આત્મા ભૂલકણો હોય તેને ખરા ફિલસૂફ સાથે આપણે સરખાવી ન શકીએ, ફિલસૂફની સ્મરણશક્તિ સારી હોવી જોઈશે, એટલું તો આપણે ભાર દઈને કહેવું જોઈએ.
જરૂર.
અને ફરી એક વાર (આપણે કહીશું કે) વિસંવાદી અને અવિનીત સ્વભાવ માત્ર અ–પ્રમાણુ તરફ જ ઢળે છે.
નિઃશંક.
અને તમે શું ધારે છો–સત્યને સપ્રમાણ કે અ–પ્રમાણુ સાથે વધારે સાદસ્ય છે ?*
સપ્રમાણ સાથે.
ત્યારે આપણે એવી વ્યક્તિ શોધી કાઢવા પ્રયત્ન કરવો જોઈએ કે જેનામાં બીજા ગુણ હોય તે ઉપરાંત બધી વસ્તુઓના ખરા
* સરખાવો “ફાઇલિબસ, તથા “રિપબ્લિક પરિ. ૪-૪૮૬ ૩