________________
૩૧૮
પરિછેદ ૬
સેફિટ નથી ? તથા તેઓ પણ શું યુવાન કે વૃદ્ધને, શું પુરુષ કે સ્ત્રીને એકસરખી રીતે (પિતાના ખયાલ પ્રમાણેનું) શિક્ષણ આપી (એમની ઢબે) પૂર્ણ બનાવતા નથી તથા તેમના હૃદયની ઈચ્છાનુસાર શું તેમને ઘડતા નથી?
તેણે કહ્યું આવું તે વળી ક્યારે કરાય છે?
જ્યારે તેઓ ભેગા મળે, અને (આખા) દુનિયા કેઈ સભામાં કે કાયદાની કોર્ટમાં, કે રંગભૂમિમાં અથવા કોઈ બીજા લોકપ્રિય સ્થાનમાં બેસે, અને ત્યાં મોટો કોલાહલ થાય, તથા ત્યાં જે કંઈ બોલાતું હોય કે કરાતું હોય તેવી કોઈ બાબતોમાં તેઓ વખાણ કરતા હોય, અને બીજી બાબતોને વખોડતા હોય, અને બૂમ મારતા તથા (૪) હાથથી તાળીઓ પાડતા બંને બાબતોની એકસરખી રીતે અતિશક્તિ કરતા હોય, અને તેઓ જ્યાં એકઠા થયા હોય તે જગ્યાએથી અને ખડકમાંથી આવતા પડે તેમનાં વખાણના કે નિંદાના શેરને દ્વિગુણિત કરતો હોય—એવે વખતે, તેઓ કહે છે તેમ, એક યુવાન માણસનું હૃદય તેની પોતાની અંદર શું નહિં નાચી ઊઠે ? આકળવ્યાકુળ કરી નાંખે તેવાં લોકપ્રિય અભિપ્રાયના પૂરની સામે કઈ પણ ખાનગી શિક્ષણ, તેને (પિતાના અભિપ્રાયમાં) શું દઢ રાખી શકશે ? અથવા શું તે પ્રવાહમાં તણાઈ નહિ જાય? પ્રજા પાસે સામાન્ય રીતે જે સારા અને ખોટાના ખયાલ હોય છે તે જ શું તે નહિ ગ્રહણ કરે—જેમ તેઓ કરતા હશે તેમ જ તે કરશે. અને જેવા તેઓ હશે તેવો જ એ થશે, નહિં વારુ?
() હા સેક્રેટિસ; ( અમુક) આવશ્યકતા જ એને એવી ફરજ પાડશે. ' કહ્યું. અને આનાથી ક્યાંય વધારે જબરી આવશ્યકતા છે જેને હજી ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી.
એ કઈ? તમે જાણો છે કે જ્યારે તેમને શબ્દો (કંઈ પણ અસર