________________
૩૩૨
પરિચછેદ ૬
શોધતા હોય તેવે વખતે (જે મને ભાવો) માણસ વ્યક્ત કરે છે તેવા –
તેણે કહ્યું: તમે જે (માનવ ચિત્તના) ઉચ્ચ વ્યાપાર વિશે વાત કરે છે તેને એમને સ્વને પણ ખયાલ હોતો નથી.
અને આ આપણે અગાઉથી જાણ ગયા હતા, અને જ્યાં (૬) સુધી ફિલસુફના જે નાના વર્ગને આપણે દુષ્ટ નહિ પણ નિરુપયેગી ગણ્યો હતો એ વર્ગને ઇચ્છાઓ કે અનિચ્છાએ પણ રાજ્યની સંભાળ રાખવાની વિધિવશાત્ ફરજ પાડવામાં ન આવે, તથા એમનું આજ્ઞાપાલન કરવાની રાજ્ય ઉપર પણ એવી જ આવશ્યકતા મૂકવામાં ન આવે, અથવા રાજાઓમાં કે રાજાઓ નહિ તો રાજપુત્રો કે કુમારેમાં દૈવી પ્રેરણાથી ખરી ફિલસુફી માટે સારો પ્રેમ ન જાગે, ત્યાં સુધી નગરે કે રાજ્ય કે વ્યક્તિઓ કદી પૂર્ણ વને પામી શકશે નહિ એમ છે કે ભીતિપૂર્વક અને સંદિગ્ધ મને સત્યની ખાતર આપણે કબૂલ કરવું પડ્યું તેનું કારણ પણ આ હતું. આ વિકલ્પોમાંને એક કે પછી બંને અરાજ્ય છે એવું ભાર દઈને કહેવાની હું જરૂર જતો નથીઃ જે તે (૧) અશક્ય હોય તો સ્વપ્નમાં અને મનઃસૃષ્ટિમાં વિવાર કરનારાઓ તરીકે આપણી જરૂર તેઓ હાંસી કરે તેમાં કશું ખોટું નથી કેમ હું ખરું કહું છું ને?
તન ખરું.
ત્યારે જે ભૂતકાળના અગણિત યુગોમાં. અથવા આ જ ઘડીએ આપણું દષ્ટિપથની બહાર, ક્યાંય દૂરના કેઈ પરદેશમાં, કર () પૂર્ણતાએ પહોંચેલા ફિલસૂફને રાજ્યને વહીવટ કરવાની દૈવી શકિત ફરજ પાડતી હોય, કે પડી હોય કે હવે પછી પાડવાની હોય, તે મરવું પડે તો પણ એટલું છાતી ઠેકીને આપણે કહેવા તૈયાર છીએ કે જ્યારે જ્યારે ફિલસુફીની દેવી રાજ્ઞીપદને પામશે ત્યારે ત્યારે આપણું બંધારણ અસ્તિત્વમાં આવ્યું હશે, આવ્યું છે, અને હા–આવશે.
* વિન્સેન્ટ સ્મિથે નોંધ કરી છે કે લગભગ આ જ કાળમાં હિમાં, ફિલસૂફ અને રાજવી બને એવો–અશોક રાજ્ય કરતો હતો.