________________
૩૪૬
પરિદ છે
વારુ, પણ પોતાને જેનું જ્ઞાન નથી તે વિશે કશું ખાત્રીથી કહેવાનો કોઈને અધિકાર હોઈ શકે ખરો ?
તેણે કહ્યું: સંપૂર્ણ ખાત્રીથી પ્રતિપાદન કરતો હોય એ રીતે તે નહિ; એ એને હક નથી, પણ એક અભિપ્રાયના વિષય તરીકે એ જે ધારતું હોય તે કહી શકે.+ ' કહ્યું અને શું તમને ખબર નથી કે જે માત્ર અભિપ્રાય છે તે બધા ખરાબ છે, અને અભિપ્રાયોમાંના જે કઈ બહુ સારા ગણાતા હોય તે પણ અંધ છે? જેમને બુદ્ધિહીન પણ ખરે ખયાલ હોયઝ તેઓ, આંધળા માણસો ફાંફાં મારતા પોતાનો રસ્તો શોધતા હોય, તેમના જેવા છે એની તમે ના નહિ પડે.
સાવ સાચું.
અને જ્યારે બીજા તમને તેજસ્વિતા અને સૌંદર્ય (ક્યાં છે એ) (૩) વિશે કહેવા ખુશી હેય, ત્યારે શું તમે જે અંધ, વક્ર અને નીચ છે એને નીહાળવા ઇચ્છશે ?
ગ્લાઉોને કહ્યું. પણ સેક્રેટિસ, તમે અંત સુધી આવી લાગ્યા છે તે જ વખતે તમે ચર્ચા છેડી નહિ દે એટલી હું તમને આજીજી કરું છું. તમે જે રીતે ધર્મ, સંયમ અને બીજા ગુણોનું નિરૂપણ કર્યું છે, એવું જ નિરૂપણ જે માત્ર ઈષ્ટનું કરશે તો અમને સંતોષ થશે.
હા, મારા મિત્ર અને મને પણ એટલે જ સંતોષ થશે, પણ મને બીક લાગ્યા વગર રહેતી નથી કે હું એમ પાછા પડીશ અને મારા અવિચારી ઉત્સાહને લીધે હું ઉપહાસને પાત્ર થઈ પડીશ. ના, મીઠ્ઠા મહેરબાન ! ઇષ્ટનું યથાર્થ સ્વરૂપ (૬) કેવું છે તે પ્રશ્ન હમણાં આપણે નહિ પૂછીએ, કારણ અત્યારે મારા વિચારમાં જે ઘોળાઈ રહ્યું
+ ઉચ્ચ કે પરમ તત્ત્વ વિશે આપણને સ્પષ્ટ જ્ઞાન થઈ શકે નહિ, એમ હેટનો મત છે, કારણ પરમ તત્વને જ્ઞાનનો વિષય બનાવી શકો નથી. આથી પ્લેટો એમ કહે છે કે તે વિશે માત્ર અભિપ્રાય બાંધી શકાય.
* મુદ્દો ૬- પરમ ઇષ્ટનું બાળક તથા તેનું સ્વરૂપ,