________________
૫૦૫
*
૩૪૫
ત્યારે આ વિશે–જે દરેક માણસને આગાહી હેય (૨) છે કે (પ્રત્યેક પ્રવૃત્તિમાં) આ એક હેતુ રહેલે છે અને છતાં એના સ્વરૂપનું એને જ્ઞાન નથી તેમજ જેટલી બીજી (૫૦૬) વસ્તુઓની હોય છે તેવી જ આ વિશે એને ખાત્રી હોતી નથી, તેથી–જેને વિશે એ સંદિગ્ધ રહે છે તેથી–બીજી વસ્તુઓમાં જે થોડું પણ ઇષ્ટ હેય છે તેને પણ એ ગુમાવી બેસે છે–આવા અને આટલા મહાન તત્ત્વને વિશે આપણા રાજ્યના જે શ્રેષ્ઠ માણસને આપણે તમામ બાબતો સુપ્રત કરવાના છીએ તેઓ શું અજ્ઞાનના અંધકારમાં રહેવા જોઈએ ?
તેણે કહ્યું: જરૂર નહિ.
મેં કહ્યું. મને તે ખાત્રી છે કે જે સુંદર અને ધર્માનુસાર છે તે સાથે સાથે ઇષ્ટ પણ કઈ રીતે છે એની જેને ખબર નથી તે તો તેમને કનિષ્ઠ પ્રકારનો પલક થશે; (કારણુ) અને જેનામાં ઈષ્ટ વિશેનું અજ્ઞાન છે તેને એનું ખરું જ્ઞાન નહિ થાય એવો મને સંદેહ રહે છે.
તેણે કહ્યું તમારે એ સંદેહ ચતુરાઈથી ભરેલો છે. | (વ) અને જેનામાં આ જ્ઞાન હોય એવો માત્ર કઈ પાલક આપણને મળી આવે તો આપણું રાજ્ય સંપૂર્ણ વ્યવસ્થિત રહેશે ખરું ને?
તેણે જવાબ આપેઃ અલબત્તઃ પણ ઈષ્ટના સર્વોત્તમ તવ વિશેને તમારે ખયાલ તે જ્ઞાનનો કે સુખનો કે પછી તે બંનેથી એ ભિન્ન છે એ છે–એટલું તમે મને કહે એવી મારી ઇચછા છે.
મેં કહ્યું હું બરાબર, આ બધે વખત મને ખાત્રી હતી કે તમારા જેવા ચીકણું માણસને આ બાબતે વિશેના બીજા લોકોના વિચારેથી સંતોષ નહિ વળે.'
ખરું, સેક્રેટિસ; પણ મારે તમને એટલું કહેવું જોઈએ કે તમારા જેવા જેણે પોતાની આખી જીંદગી ફિલસૂફીના અભ્યાસમાં ગાળી છે તેણે કદી પિતાને (૪) અભિપ્રાય દાબી રાખીને હરહંમેશ બીજાઓના અભિપ્રાય ફરી ફરીને ટાંકવા ન જોઈએ.
૧. અહીં મૂળના પાઠાન્તર વિશે એક નોંધ છે.