________________
૫૦૭
૩૪૯
મેં જવાબ આપે : ખરેખર નહિ જ; અને બધી નહિ તો બીજી ઘણી ખરી ઈન્દ્રિયોની બાબતમાં આ ખરે છે–તેમાંની કોઈ ઇન્દ્રિયને આવા ઉમેરાની જરૂર પડે છે એમ તમે નહિ કહે, ખરું ને?
જરૂર નહિ.
પણ બીજા અમુક તત્ત્વને ઉમેરણ વગર દેખી શકાતું નથી કે (બાહ્ય જગત) દષ્ટિગોચર થતું નથી એ તમે સમજ્યા?
કઈ રીતે?
મારા ખયાલ પ્રથાણે દગશક્તિ આંખમાં છે, અને આંખે હેય તેવાએ જેવું હોય તે, (અને) તેનામાં (વસ્તુઓમાં) (૬) રંગે પણ હયાત હોય, છતાં (જોવાની ક્રિયારૂપ) હેતુ સાથે વિશિષ્ટ રીતે બંધબેસતું ત્રીજુ તત્વ ન હોય ત્યાં સુધી આંખને માલીક કશું જોઈ શકશે નહિ, અને રંગે દેખાશે નહિ.
તમે કયા તત્ત્વ વિશે વાત કરે છે ? મેં જવાબ આપ્યો : તમે જેને પ્રકાશ કહે છે તે વિશે. તેણે કહ્યું: ખરું.
(૫૮) ત્યારે દૃષ્ટિ અને દગોચરતા જે સંબંધથી સંકળાયેલાં છે તે શ્રેષ્ઠ છે અને બીજા સંબંધેના કરતાં (બીજી ઈન્દ્રિયે તથા તેના વિશિષ્ટ અર્થ વચ્ચેના સંબંધ કરતાં) આ સંબંધનું સ્વરૂપ અત્યંત ભિન્ન છે અને તેટલે અંશે એ કયાંય મહાન છે; કારણ પ્રકાશ એને બંધ છે, અને પ્રકાશ કંઈ અધમ વસ્તુ નથી જ
તેણે કહ્યું : ના, અધમથી ઉલટી. મેં કહ્યું? અને સ્વર્ગને કયો દેવ પ્રકાશ તત્ત્વને પ્રભુ છે એમ
* વચ્ચે હવા વાહક હોય તે જ શ્રવણ અવાજ ગ્રહણ કરે છે અને તે તે આંદોલન તેમને પહોંચે, એ સત્ય પેટેના સમયમાં શોધાયું નહોતું, આ દષ્ટિએ આપણી ફિલસૂફીની વિચારપદ્ધતિ “આકાશ' (અને “પૃથ્વી) તવને સ્વીકાર કરે છે, એ બુદ્ધિને પરિપાક સૂચવે છે.