________________
૦૪૮
પરિછેદ ૬
વ્યાખ્યા આપીએ છીએ તે બીજી વસ્તુઓનું પણ એમ જ; એ તમામને અનેક” શબ્દ લગાડવામાં આવે છે. તેણે કહ્યું : ખરું.
અને (બીજી બાજુ) પરમ સૌંદર્ય અને પરમ ઈષ્ટ છે, તથા જે બીજી વસ્તુઓને અનેક શબ્દ લગાડવામાં આવે છે, તેનું પણ પરમ (તત્ત્વ) હોય છે. કારણ જેને દરેકનું સત્વ ગણી શકાય એવા એક જ તત્ત્વની નીચે તે વસ્તુઓને મૂકી શકાય છે.*
સાવ સાચું.
આપણે બોલીએ છીએ તેમ “અનેક દેખાય છે ખરાં, પણ એનું જ્ઞાન હોઈ શકતું નથી અને તેનું આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ પણ એ દષ્ટિગોચર થતાં નથી.
બરાબર. | () અને દશ્ય વસ્તુઓને આપણે નીહાળીએ તે ઈન્દ્રિય કઈ?
તેણે કહ્યું : જેમાં દગશક્તિ છે તે ખ.
મેં કહ્યું? અને શ્રવણથી આપણે સાંભળીએ છીએ, અને બીજી ઇન્દ્રિયોથી બીજી પાર્થિવ વસ્તુઓને આપણે પ્રત્યક્ષાનુભવ કરીએ છીએ.
ખરું.
પણ શું તમે એટલું ધ્યાન દઈને જોયું નથી કે ઇન્દ્રિયોના સૃષ્ટાએ કદી કંઈ ઘડયું હોય તેના કરતાં દૃષ્ટિ સૌથી વધારે અમૂલ્ય અને જટિલ કારીગિરીને નમૂનો છે?
તેણે કહ્યું: ના, મને કદી એમ લાગ્યું નથી.
ત્યારે વિચારે : શ્રવણેન્દ્રિય સાંભળી શકે, અને અવાજ (૪) સંભળાઈ શકાય એ અર્થે, એ બંનેને શું કોઈ ત્રીજા વધારાના તત્ત્વની અપેક્ષા રહે છે ખરી ?
એવું કંઈ નથી. x સરખા ૪૯૪, પ૦૬.