________________
૩૪૨
પરિચ્છેદ ૬ પરીક્ષણનું કાર્ય એવી રીતે આગળ ચાલ્યું કે મને તો એ પદ્ધતિ અત્યંત અયથાર્ય લાગી. તમને એથી સંતોષ થયો કે નહિ એ તો તમારે કહેવાનું છે.
તેણે કહ્યું: હા. મને અને બીજાઓને લાગ્યું કે તમે અમને સત્યની સારી માત્રા આપી હતી.
() કહ્યું. પણ મારા મિત્ર એવી બાબતોમાં સમસ્ત સત્ય કરતાં જે કંઈ થોડે અંશે પણ ઊણી હોય એ માત્રા સારી ગણાય જ નહિ; કારણુ જે કંઈ અપૂર્ણ છે તે કશાનું માપ હોઈ શકે જ નહિ, જો કે લેકે તો એટલાથી સંતોષ માની લેવાને બહુ જ તૈયાર હોય છે, અને એમ ધારે છે કે એમની કશી વધારે જ કરવાની જરૂર નથી.
લેકે આળસુ હોય ત્યાં આ કંઈ અસાધારણ પ્રસંગ ન ગણાય.
મેં કહ્યુંઃ હા, અને રાજ્ય તથા કાયદાને જે પાલક છે તેનામાં આથી વધારે ખરાબ અવગુણુ બીજે હોઈ ન શકે.
ખરું.
(૮) મેં કહ્યું ત્યારે પાલકે વધારે લાંબે અને વાંકાચૂકે માર્ગ ગ્રહણ કરવો પડશે. અને જ્ઞાન પાર્જન તથા શારીરિક કેળવણીમાં મહેનત કરવી પડશે, નહિ તે જે ઉચતમ જ્ઞાન વિશે આપણે હમણાં કહેતા હતા કે એ જ એને ઉચિત વ્યવસાય છે તે ઉચ્ચતમ જ્ઞાનને એ કદી પ્રાપ્ત નહિ કરી શકે.
તેણે કહ્યુંઃ શું આના કરતાં ઉચ્ચતર જ્ઞાન હજી છે ખરું–ધર્મ અને બીજા સદ્ગણોના કરતાં પણ ઉચ્ચતર ? ' કહ્યું હા છે. અને સગુણોની પણ આપણે અત્યારે જોઈએ છીએ તેમ માત્ર રૂપરેખા જ આપણે નીરખવાની નથી–સર્વાશે સંપૂર્ણ ચિત્રથી કશું જરા પણ ઊણું હોય તે આપણે સંતોષ માની લેવાને નથી. બધી નાની નાની બાબતો તેના સંપૂર્ણ સૌંદર્ય અને પરમ વિશદતા
+ 3871a! “ The test cf truth is the wbole Truth" Bosanquet-Logic.